Home /News /gujarat /KRK પર લાગ્યો રેપનો આરોપ, ફિટનેસ મોડલે મુંબઇમાં દાખલ કરાવી FIR
KRK પર લાગ્યો રેપનો આરોપ, ફિટનેસ મોડલે મુંબઇમાં દાખલ કરાવી FIR
KRK પર લાગ્યો રેપનો આરોપ
KRK પર આ ગંભીર આરોપ લગાવનારી પીડિતાનું નામ તાશા હયાત છે. આપને જણાવી દઇએ કે તાશા એક પ્રખ્યાત ફિટનેસ મોડલ છે. આ મોડલે 26 જૂન 2021નાં મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાી છે. જોકે, અત્યાર સુધી આ મામલે તેને જાહેરમાં કોઇ નિવેદન આપ્યું નથી.
મુંબઇ: બોલિવૂડનાં પ્રખ્યાત ફિલ્મ ક્રિટિક KRK ઉર્ફે કમાલ રશિદ ખાન ફરી એક વખત ચર્ચામાં છે. પણ આ વખતે તે એક મોટી મુસિબતમાં ફંસાતો નજર આવે છે. કારણ છે કે, તેનાં ઉપર રેપ (Rape Allegation Against KRK)નો આરોપ લાગ્યો છે. બોલિવૂડ ક્રિટિક KRK વિરુદ્ધ એક ફિટનેસ મોડલ (Fitness Model)એ રેપનો આરોપ લગાવ્યો છે.
KRK પર આ ગંભીર આરોપ લગાવનારી પીડિતાનું નામ તાશા હયાત છે. આપને જણાવી દઇએ કે તાશા એક પ્રખ્યાત ફિટનેસ મોડલ છે. આ મોડલે 26 જૂન 2021નાં મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાી છે. જોકે, અત્યાર સુધી આ મામલે તેને જાહેરમાં કોઇ નિવેદન આપ્યું નથી. એટલું જ નહીં આ મુદ્દે ન તો KRK તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે, આ રેપ કેસ આગળ શું વળાંક લે છે.
ફિટનેસ મોડલ તાશા ગત ઘણાં વર્ષોથી ફિટનેસ અંગે સોશિયલ મીડિયા પર ખુબ બધી પોસ્ટ શેર કરતી રહે છે. અને KRK આ દિવસોમાં દુબઇમાં પરિવારની સાથે છે. હાલમાં તે સલમાન ખાનની ફિલ્મ 'રાધે'નાં નેગેટિવ રિવ્યૂી અંગે ચર્ચામાં આવ્યો હતો. કારણ કે ખોટા રિવ્યૂ દર્શકો સુધી પહોંચાડવા માટે સલમાન ખાને KRK વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સલમાન ખાન ઉપરાંત KRKએ વિદ્યા બાલન અને મીકા સિંહ જેવાં સ્ટાર્સ સાથે પણ પંગો લીધો છે.
હાલમાં જ KRKએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અંગે કહ્યું હતું કે, તેમનાં ડિવોર્સ થશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડનાં હોટ કપલમાંથી એક છે. બંનેનાં લગ્ન અંગે ગત કેટલાંક સમયથી અટકળો ચાલી રહી છે. પણ હાલમાં જ KRKએ ટ્વિટ કરી દાવો કર્યો છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ક્યારે લગ્ન કરવાનાં છે. જેને કારણે તે ટ્રોલર્સનાં નિશાને આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, KRK તેનાં વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. તે પ્રખ્યાત સેલિબ્રિટીઝ પર કમેન્ટ કરવાને કારણે વિવાદોમાં ફસાયેલો રહે છે. જોકે, સોશિયલ મીડિયા પર KRKની ખાસી મોટી ફેન ફોલોઇંગ છે. જ્યાં ટ્વિટર પર તેનાં 55 લાખથી વધુ ફોલોઅર્સ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર