જ્યારે ક્રિતિએ દુનિયાની સામે કર્યા હતાં સુશાંતનાં વખાણ વાયરલ થયો VIDEO

ક્રિતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત

ક્રિતિ સેનન(Kriti Sanon)એ કોફી વિથ કરન (Koffee With Karan)શોમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં વખાણ કર્યા હતાં.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ તેની સાથે જોડાયેલાં લોકો નિરાશ છે જોકે તે તેનાં અદા કરેલા કિરદારથી આપણી વચ્ચે હમેશાં જીવંત રહેશે. સોશિયલ મીડિયા (Social Media) પર તેનાં દ્વારા કરવામાં આવેલી આત્મહત્યા અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. સુશાંતનાં ફેન્સ તેની જુની તસવીરો અને વીડિયો શેર કરીને તેને યાદ કરી રહ્યાં છે. હાલમાં જ સુશાંત સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં સુશાંતની એક સમયની ખાસ મિત્ર એવી ક્રિતિ સેનન તેનાં વખાણ કરતી નજર આવે છે. ક્રિતિએ કોફી વિત કરન શોમાં તેનાં વખાણ કર્યા હતાં.

  કરણે ક્રિતિને પ્રશ્ન કર્યો હતો કે તે આ એક્ટર્સને એક્ટિંગ અને ટેલેન્ટ પ્રમાણે રેટ આપે. કાર્તિક, વરૂણ, આયુષ્માન, સુશાંત અને ટાઇગર... જેનાં જવાબમાં ક્રિતિએ સૌથી પહેલાં સુશાંતનું નામ લીધુ હતું. એક્ટિંગ ટેલેન્ટમાં તેણે સુશાંતને નંબર વનનું સ્થાન આપ્યું હતું. ક્રિતિએ જવાબ આપતાં કહ્યું કે, 'સુશાંત, વરૂણ, કાર્તિક, આયુષ્માન, ટાઇગર' આ જોઇ લો વીડિયો.
  આ પહેલાં દીપિકા પાદુકોણનો પણ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેને અન્ય કોઇ શોમાં એન્કરે પુછ્યું હતું કે, એક્ટિંગનાં ટેલેન્ટ પ્રમાણે તે બોલિવૂડનાં કયા એક્ટરને સૌથી શ્રેષ્ઠ માને છે. દીપિકાએ તેનાં જવાબમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ લીધુ હતું. સુશાંતનાં નિધન બાદ દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હાલમાં ક્રિતિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહ્યો છે.  આ પણ વાંચો- સુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થના સભા પટના સ્થિત ઘરમાં યોજાઇ, તસવીર આવી સામે

  વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'રાબતા'માં ક્રિતિ અને સુશાંતે સાથે કામ કર્યુ હતું અને આ ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી હતી. જે બાદ સુશાંત અને ક્રિતિ વચ્ચે નિકટતા પણ વધી હતી.
  Published by:Margi Pandya
  First published: