Home /News /gujarat /સુરતના આ પરિવારની સરનેમ જાણતા જ લોકો તેમને રાવણના પૂર્વજ સમજે છે, જાણો કેમ?

સુરતના આ પરિવારની સરનેમ જાણતા જ લોકો તેમને રાવણના પૂર્વજ સમજે છે, જાણો કેમ?

સુરતના પીપલોદ વિસ્તારમાં મહેશ ભાઈ તેમના પરિવાર સાથે રહે છે.

Unique Name: કાલિદાસ ગોટાવાલા પોતાની ભરાવદાર મૂંછ અને મજબૂત કદ કાઠીના હતા, પરંતુ એક દિવસ રાતના સત્સંગમાં કોઈ કારણસર પહોંચ્યા નહીં તેઓ રામલીલામાં પણ રાવણનું પાત્ર ભજવતા હતા.

સુરતમાં એક પરિવારની સરનેમે તેમને અનોખી પ્રસિદ્ધિ અપાવી છે. આ સરનેમ જાણી તમે પણ વિચારમાં પડી જશો. આ પરિવારની સરનેમ લંકાપતિ છે. રાવણ લંકાનો રાજા હતો તેથી તેને લંકા પતિ કહેવાતા હતા. જોકે આ પરિવારની સરનેમ પણ લંકા પતિ હોવાથી લોકો તેમને રાવણના પૂર્વજો કહી રહ્યા છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં મહેશ ભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમની સરનેમ વિશે તેમને જણાવ્યું હતું કે પાંચ પેઢીથી અમારી આ સરનેમ પડી ગઈ છે. એક સમયે સુરત સિટીને બદલે નાનાં નાનાં ગામોમાં કે વિસ્તારોમાં વહેંચાયેલું હતું. ત્યારે આ સમયમાં સલાબતપુરા પાસે મિતુલના દાદાના પરદાદા કાલિદાસ ગોટાવાલા રામમંદિર પાસે વસવાટ કરતા હતા અને રોજ રાત્રે જમ્યા પછી રામમંદિરના ચોરા પર મંદિરના મહારાજનો સત્સંગ સાંભળવા જતા હતા.

આ પણ વાંચો- ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણી લો વિદાય વચ્ચે ક્યાં ક્યાં પડશે વરસાદ

કાલિદાસ ગોટાવાલા પોતાની ભરાવદાર મૂંછ અને મજબૂત કદ કાઠીના હતા, પરંતુ એક દિવસ રાતના સત્સંગમાં કોઈ કારણસર પહોંચ્યા નહીં તેઓ રામલીલામાં પણ રાવણનું પાત્ર ભજવતા હતા. અને મંદિરના મહારાજને તેમનું નામ યાદ નહીં હોવાથી તેમના કદ અને મૂંછો પરથી લોકોને એમ પૂછ્યું કે પેલા લંકાપતિ રાવણ જેવા દેખાય છે તેઓ આજે કેમ નથી આવ્યા. ત્યારથી લોકો તેમને લંકાપતિ રાવણના નામથી બોલાવતા હતા. આ રીતે કાલિદાસ ગોટાવાલાની સરનેમ લંકાપતિ પડી હતી. આ અનોખી સરનેમ ઈન્ટરનેટમાં પણ ધૂમ મચાવે છે. ગૂગલ પર લંકાપતિ સર્ચ કરીએ તો એક તો રાવણને દર્શાવે છે. બીજું લંકાપતિ પરિવારનું નામ આવે છે. દેશમાં કદાચ એક જ પરિવારની સરનેમ લંકાપતિ હશે.

આ પણ વાંચો- VIDEO: ઉંઢેરા ગામે ગરબા મહોત્સવમાં હુમલો કરનારની ધોલાઈ

લંકાપતિ સરનેમના કારણે પરિવારના દરેક સભ્યોને રાવણ અને રામ તથા રામાયણ વિશે પણ પૂરતું નોલેજ આવી ગયું છે, કારણ કે લોકો જ્યારે લંકાપતિ સરનેમ કહે છે અને પછી બધું પૂછે ત્યારે તેમને અલગ-અલગ સવાલોના અલગ-અલગ જવાબો આપવા પડતા હોય છે, જેના કારણે તેમનું ધાર્મિક નોલેજ પણ ખૂબ સારું થયું છે. સરનેમને લઈ તેઓ જ્યારે દક્ષિણ ભારતમાં ફરવા ગયા હતા ત્યાં હોટલમાં નામ આપ્યું તો હોટલના લોકો તેમની સરનેમના કારણે પ્રભાવિત થયા હતા. જેથી તેમને સરનેમના કારણે અનેક ફાયદા થયા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ravan, Ravan Dahan, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन