નેપાળનો વિવાદિત નકશો : ચીનની સુંદર મહિલા જેણે નેપાળને નવા નક્શા માટે ઉશ્કેર્યું

ચીની નાગરિક હાઉ યાંગી નેપાળમાં વર્ષ 2018થી ચીની રાજદૂત છે. તેમને દક્ષિણ એશિયાના જાણકારી માનવામાં આવે છે.

ચીની નાગરિક હાઉ યાંગી નેપાળમાં વર્ષ 2018થી ચીની રાજદૂત છે. તેમને દક્ષિણ એશિયાના જાણકારી માનવામાં આવે છે.

 • Share this:
  નવી દિલ્હી : નેપાળ (Nepal) ના રાષ્ટ્રપ્રમુખે દેશના વિવાદિત નક્શા (Nepal New Map)ને મંજૂરી આપી દીધી છે. જે બાદમાં નેપાળે ઉત્તરાખંડમાં ભારત સાથે જોડાયેલી સીમા પર હથિયારધારી જવાનો તૈનાત કરી કરી દીધા છે. નક્શામાં ત્રણ વિસ્તારોને નેપાળે પોતાનો હિસ્સો ગણાવ્યા છે. લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાતુરા (Kalapani Lipulekh and Limpiyadhura) વિસ્તાર ભારત માટે ખૂબ જ મહત્ત્વના વિસ્તાર છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનની ઉશ્કેરણી બાદ નેપાળે આવું કર્યું છે. ખાસ કરીને નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાંગી (Chinese ambassador to Nepal Hou Yanqi)એ આ માટે પીએમ ઓલીને તૈયાર કર્યા હતા.


  જે બાદમાં ઓલીએ એક નવા નક્શાને તૈયાર કર્યો હતો. આને ભારત વિરુદ્ધ મોટું પગલું ગણાવવામાં આવી રહ્યું છે. કારણ કે ભારતના નેપાળ સાથે હંમેશા સારા સંબંધો રહ્યા છે. તો જાણીએ કોણ છે હોઉ યાંગી?


  ચીની નાગરિક હોઉ યાંગી નેપાળમાં વર્ષ 2018થી ચીની રાજદૂત છે. તેમને દક્ષિણ એશિયાના જાણકારી માનવામાં આવે છે. યાંગીએ મિનિસ્ટ્રી ઑફ ફૉરેનમાં પણ લાંબા સમય સુધી ડેપ્યુટી ડિરેક્ટરની ભૂમિકા નિભાવી છે અને આ દરમિયાન તેણે મહત્ત્વના નિર્ણયો પણ લીધા હતા. આ કારણે પાડોશી દેશો સાથે ચીનના સંબંધો પ્રભાવિત થયા હતા. યાંગીએ ચીની રાજદૂત તરીકે પાકિસ્તાનમાં પણ ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે.


  યાંગીના કૂટનીતિક દિમાગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે એકદમ અલગ સંસ્કૃતિવાળા દેશમાં હળીભળી જવા માટે ઉર્દૂ ભાષા શીખી લીધી હતી. એટલું જ નહીં પાકિસ્તાનના રાજનેતાઓ સાથે મુલાકાત દરમિયાન તેઓ એકદમ ફાંકડું ઉર્દૂ બોલતા હતા. આથી રાજનેતાઓને એવું લાગતું કે તેઓ આપણામાંથી એક જ છે.


  ભારતની જાસૂસી એજન્સીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં રાજદૂત રહેતા યાંગીએ પાકિસ્તાનની અનેક નીતિ પર કામ કર્યું હતું, જેનો ભારત સાથે સીધો કે આડકતરો સંબંધ હતો. પાકિસ્તાન જેવા દેશમાં ત્રણ વર્ષ રહ્યા બાદ યાંગીને નેપાળ મોકલવામાં આવ્યા હતા.


  આના પાછળ એક રાજદૂત તરીકે તેમની સફળતા જ માનવામાં આવે છે. નોંધનીય છે કે આ પહેલા ભારત અને નેપાળના સંબંધો મોટાભાઈ અને નાનાભાઈ જેવા રહ્યા છે. હવે માનવામાં આવે છે કે નેપાળના વડાપ્રધાન તરફથી નવો નક્શો બનાવવા પાછળ યાંગીનું દિમાગ છે. તેણે જ નેપાળના પીએમ ઓલી અને સંસદને આ માટે તૈયાર કર્યાં હતાં.


  રિપોર્ટ્સનું માનવામાં આવે તો યાંગી નેપાળના વડાપ્રધાનની ઑફિસ અને ત્યાં સુધી કે તેમના ઘરે પણ આવતા-જતા રહેતાં હતાં. આ વાત પરથી જ એ વાતને અંદાજ લગાવી શકાય છે કે આ રાજદૂતની નેપાળમાં સ્થાનિક રાજનીતિમાં કેટલી પકડ છે. નેપાળની સત્તાધારી પાર્ટીનું જે પ્રતિનિધિમંડળ નવો નક્શો બનાવી રહ્યું હતું, યાંગી તેમના સતત સંપર્કમાં હતા.


  ભારતીય સેના પ્રમુખ એમ.એમ. નરવણેએ પણ આ વાતનો ઇશારો કર્યો હતો કે નેપાળમાં બેઇજિંગની શક્તિ કામ કરી રહી છે. લિપુલેખમાં રસ્તો બનાવવાના વિરોધમાં નેપાળ નહીં પરંતુ ચીન છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ચીની રાજદૂતે આ વિવાદિત નક્શા માટે કામ કર્યું છે, જેનાથી ભારતની મુશ્કેલી વધી શકે.


  નોંધનીય છે કે ચીન લદાખની ગલવાન ઘાટીમાં ભારત સાથે સતત ઘર્ષણમાં ઉતરી રહ્યું છે. બીજા તરફ પાકિસ્તાન કાશ્મીરમાં સતત આતંકવાદી ગતિવિધિ વધારી રહ્યું છે. આ તમામ વચ્ચે ભારતમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. હવે ભારત પર વધારે દબાણ લાવવા માટે ચીની રાજદૂત યાંગીએ નેપાળને ભડકાવ્યું છે.


  યાંગી સોશિયલ મીડિયાના પણ પોતાના દેશની સ્થિતિ મજબૂત કરવા માટે ઉપયોગ કરતા રહ્યા છે. ટ્વીટર પર તેઓ ચીનની છબિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં તેઓ ચીનની સંસ્કૃતિ અને સામાજિક વાતોને ઉજાગર કરતા રહે છે.
  Published by:user_1
  First published: