જાણો રાજકારણમાં કેટલો શક્તિશાળી છે સિંધિયા પરિવાર

દેશના રાજકારણમાં સિંધિયા પરિવારનો દબદબો હંમેશા રહ્યો છે. આઝાદી પહેલા અને પછી એમ બંને તબક્કામાં આ દબદબો કાયમ છે. આ પરિવારના લોકો હિન્દુત્વ અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વધારે કરે છે. જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાએ જનસંઘથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જોકે, બાદમાં તેઓ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા.

દેશના રાજકારણમાં સિંધિયા પરિવારનો દબદબો હંમેશા રહ્યો છે. આઝાદી પહેલા અને પછી એમ બંને તબક્કામાં આ દબદબો કાયમ છે. આ પરિવારના લોકો હિન્દુત્વ અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વધારે કરે છે. જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાએ જનસંઘથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જોકે, બાદમાં તેઓ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા.

 • Share this:
  રાજકારણમાં સિંધિયા પરિવારનો દબદબો હંમેશા રહ્યો છે. હાલમાં પણ પરિવારના સભ્યો રાજનીતિમાં સારી જગ્યાઓ પર છે. ગ્વાલિયરમાં સિંધિયા રાજઘરાનાનો પાયો 18મી સદીમાં રાણો સિંધિયાએ નાખ્યો હતો. બાદમાં મહાદજી સિંધિયા (1761-1794)એ તેને તાકાતવર રાજ્યમાં બદલ્યું હતું. જ્યારે ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યું ત્યારે ગ્વાલિયરે અંગ્રેજો સાથે હાથ મિલાવી લીધો હતો. આઝાદી સુધી તે રજવાડું રહ્યું હતું. જિવાજી રાવ સિંધિયા ગ્વાલિયર સ્ટેટના અંતિમ શાસક રહ્યા હતા. તેમણે ભારત સાથે જોડવાની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.


  આઝાદી પછી જિવાજી રાવ સિંધિયા કૉંગ્રેસમાં જોડાયા હતા. તેમને ભારતના ગવર્નર બનાવાયા હતા. 28 મે, 1948ના રોજ ગ્વાલિયરના ભારતમાં વિલય બાદ તેમને મધ્ય ભારતના રાજપ્રમુખ બનાવાયા હતા. 31 ઓક્ટોબર, 1956 સુધી તેઓ આ સ્થિતિમાં રહ્યા હતા, જ્યાં સુધી મધ્ય ભારતને ભારતમાં ભેળવી દેવાયું.


  1961માં મહારાજા જિવાજી રાવના નિધન પછી રાજપરિવારની જવાબદારી રાજમાતા વિજયારાજે સિંધિયાએ સંભાળી હતી. તેઓ જવાહરલાલ નેહરુના કહેવાથી કૉંગ્રેસમાં સામેલ થયા હતા. ગ્વાલિયર અને તેની આસપાસના વિસ્તારોમાં તેમનો ખૂબ જ પ્રભાવ હતો. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડીપી મિશ્રા સાથે ઝઘડા બાદ તેમણે કૉંગ્રેસ પાર્ટી છોડવી પડી હતી.


  રાજમાતા તે બાદમાં જનસંઘમાં સામેલ થયા હતા, અને જનસંઘમાંથી જ બનેલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. રાજમાતા પછી તેમના પરિવારના અનેક સભ્યો બીજેપીમાં સારા પદો પર રહ્યા હતા. જોકે, પોતાના પુત્ર માધવરાવ સિંધિયા ભાજપમાં જોડાયા હોવાથી તેઓ ખૂબ નારાજ થયા હતા. જેની અસર બંનેના સંબંધો પર પડી હતી.


  જિવાજી રાવ અને રાજમાતા વિજયારાજે સિંધિયાના પુત્ર માધવરાવ સિંધિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત જનસંધથી કરી હતી. 1971માં જનસંઘથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને વિજય પણ થયો હતો. કટોકટી દરમિયાન ધરપકડના ડરથી તેઓ નેપાળ ચાલ્યા ગયા હતા.


  ઇમરજન્સી દરમિયાન જ્યારે વિજયારાજેએ વચન આપ્યું કે તેઓ રાજકારણથી દૂર રહેશે ત્યારે માધવરાવ સામે વોરંટ પાછું લેવામાં આવ્યું હતું. માધવરાવ હિન્દુત્વની રાજનીતિના પક્ષમાં ન હતા. તેમનો ઝૂકાવ કૉંગ્રેસ તરફ હતો. પાર્ટીમાં જોડાયા વગર તેમણે 1977માં કૉંગ્રેસના સમર્થનથી ગ્વાલિયર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા. 1980ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા.


  12મી ઓક્ટોબર, 1980ના રોજ રાજમાતાના 60મા જન્મ દિવસ પર એક પાર્ટી રાખવામાં આવી હતી. જ્યાં તેમણે માધવરાવને સંપત્તિની વહેંચણીની વાત કરી હતી. જે બાદમાં માતા અને દીકરાના સંબંદોમાં તીરાડ વધતી ગઈ હતી. એટલે સુધી કે રાજમાતા બીમાર હોવા છતાં તેઓ તેમને મળવા આવ્યા ન હતા. 25 જાન્યુઆરી 2001ના રોજ રાજમાતાના નિધન સમય સામે આવેલા વીલમાં માધવરાવ અને જ્યોતિરાદિત્યને અબજોની સંપત્તિમાંથી બાદ કરાયાની વાત સામે આવી હતી. માધાવરાવથી રાજમાતા એટલા નારાજ હતા કે 1985માં તેમણે પોતાના હાથથી લખેલા વિલમાં માધાવરાવને અંતિમ સંસ્કારમાં સામેલ થવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જોકે, રાજમાતાના અંતિમ સંસ્કાર માધવરાવ સિંધિયાએ જ કર્યાં હતાં.


  માધવરાવ સિંધિયા કૉંગ્રેસમાં સારા પદ પર રહ્યા હતા. તેઓ અનેક વખત કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. 56 વર્ષની ઉંમરમાં વર્ષ 2001માં એક વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું.


  માધવરાવની બહેન અને જ્યોતિરાદિત્યની ફઇ વસુંધરા રાજે સિંધિયા બેવાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમના લગ્ન રાજસ્થાનના ધૌલપુર રાજઘરાનામાં થયા છે. તેઓ શરૂઆતથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રહ્યા હતા. 67 વર્ષના વસુંધરા હાલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેમનો પુત્ર દુષ્યંત પણ ઝાલાવાડથી સાંસદ છે.


  જ્યોતિરાદિત્ય સિંધિયાની નાની ફઇ યશોધરા રાજે સિંધિયા શિવપુરીથી ભાજપાના ધારાસભ્ય છે. 65 વર્ષીય યશોધરાએ ડૉક્ટર સિદ્ધાર્થ ભણસાલી સાથે લગ્ન કર્યા છે. જે બાદમાં તેઓ અમેરિકા જઈને સ્થાયી થયા હતા. તેમના ત્રણ બાળકો છે. ત્રણેય અમેરિકામાં જ છે. પતિ સાથે તલાક બાદ 1994માં તેઓ ભારત પરત ફર્યાં હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું હતું. તેમણે 2013માં પ્રથમ વખત શિવપુરીમાંથી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા.
  Published by:user_1
  First published: