દેશમાં જૂનના અંતમાં ચરમ પર હશે કોરોના વાયરસઃ સ્ટડી

જો લૉકડાઉન લંબાવાયું ન હોત તો કોવિડ-19 મહામારી મે મહિનામાં ચરમ પર પહોંચી જાત

જો લૉકડાઉન લંબાવાયું ન હોત તો કોવિડ-19 મહામારી મે મહિનામાં ચરમ પર પહોંચી જાત

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતમાં થયેલા એક અધ્યયન (Study) મુજબ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ જૂન મહિનામાં પોતાના ચરમ પર હશે. જી હા, આ સ્ટડીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હાલ જે સ્થિતિ છે તે દેશમાં કોવિડ-19 (Covid 19) મહામારીનું સૌથી વ્યાપક સ્વરૂપ નથી. આ મહિને પણ મહામારી પોતાની ચરમ પર હોઈ શકતી હતી, પરંતુ લૉકડાઉન (Lockdown)ના કારણે એક મહિનો વિલંબ થયો છે. આવો આ અધ્યયનમાં જ વધુ તથ્ય સામે આવ્યા છે તેના વિશે જાણીએ...


  કેમ અને કેવી રીતે થઈ આ સ્ટડી? - કોલકાતા (Kolkata) સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS)એ કોવિડ-19ની ગતિ અને લૉકડાઉનની અસરને સમજવા માટે જે સ્ટડી કરી તેમાં કહ્યું કે લૉકડાઉનના કારણે દેશમાં મહામારી (Pandemic) ને ચરમ પર પહોંચવામાં એક મહિનો ટાળવાનું શક્ય બન્યું છે તેથી સારી તૈયારીઓ માટે વધુ સમય મળી શક્યો છે.


  આ સ્ટડી બાયો કમ્પ્યૂટેશન મોડલિંગ આધારિત છે, જેમાં સંક્રમણના સમયમાં સતત આવતા ફેરફારોના આધારે સારા અને ખરાબ સમય વિશે આકલન કરવામાં આવ્યું છે. સંવેદનશીલ-સંક્રમિત-રિકવરી-મૃત્યુ એટલે કે SIRD મોડલના સ્ટડીને આધાર બનાવવામાં આવ્યો છે. આ સ્ટડીમાં મોડલનો કર્વ અને રીપ્રોડક્શન નંબરના ટ્રેડના આધારે કહી શકાય છે કે જૂનના અંત સુધી સંક્રમણ ચરમ પર હશે અને ત્યારે દોઢ લાખ લોકો સંક્રમિત થઈ શકે છે.


  શું છે રિપ્રોડક્શન નંબર? - આ સ્ટડીમાં હાલ રિપ્રોડક્શન નંબર 2.2 જોવા મળ્યો છે એટલે કે 10 લોકો સરેરાશ વધુ 22 લોકોને સંક્રમિત કરી રહ્યા છે. તે રિપ્રોડક્શન નંબર છે, જે જૂન અંત સુધી વધુ ઓછો થઈને 0.7 રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


  લૉકડાઉન ન હોત તો? - આ સ્ટડીના અનુમાનોનું માનીએ તો લૉકડાઉનનું પાલન દેશભરમાં ન કરવામાં આવતું તો સંક્રમણ પોતાના ચરમ પર મે મહિનાના અંત સુધી આવી શકતું હતું. આ અધ્યયન વિશે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સ્ટડીનું મોડલ હજુ પણ દર્શાવે છે કે જો 3 મેના રોજ લૉકડાઉન પૂરી રીતે હટાવી લેવામાં આવતું તો સંક્રમણનો દર ઝડપથી વધતો.


  પહેલા પણ થયો છે આવો દાવો- વેલ્લૂરમાં ક્લનીકલ વાયરોલોજીના નિવૃત્ત પ્રોફેસર ડૉ. જૈકબ જૉને ડેક્કન હેરાલડને બે સપ્તાહ પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આંકડા માત્ર અનુમાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ મહામારીનું વિજ્ઞાન તર્ક નથી. મહામારી વિજ્ઞાનને વૈજ્ઞાનિક આધાર પર પરિભાષિત કરવા માટે ભારતમાં હજુ પૂરતો ડેટા નથી.


  લૉકડાઉનની સ્થિતિમાં સંક્રમણ ફેલાવાની ઝડપ પર કાબૂ તો લાગે છે અને દુનિયાભરમાં માસ્કનો જે ઉપયોગ અનિવાર્ય થયો છે તેનાથી પણ સંક્રમણની ગતિમાં થોડોક ઘટાડો આવોય જ છે. મારું અનુમાન છે કે જૂન અને જુલાઈમાં ભારતમાં સંક્રમણ પોતાના ચરમ પર હશે.
  Published by:user_1
  First published: