દેશમાં સૌથી ખરાબ હાલત અમદાવાદની? ગુજરાતમાં કોરોનાની સ્પીડ ધીમી પરંતુ અમદાવાદમાં મોત સૌથી ઝડપી!

દેશમાં સૌથી ખરાબ હાલત અમદાવાદની? ગુજરાતમાં કોરોનાની સ્પીડ ધીમી પરંતુ અમદાવાદમાં મોત સૌથી ઝડપી!
પ્રતિકાત્મક તસવીર (ન્યૂઝ18 ક્રિએટિવ)

પ્રતિ મિલિયન આબાદી પર કોરોના સંક્રમણથી થતા મોતના પાછળનું કારણ વિશેષજ્ઞોએ માન્યું છે કે, કોવિડના મામલાને હેન્ડલ કરવામાં અમદાવાદ તંત્ર નિષ્ફળ રહ્યું.

 • Share this:
  Corona Virus સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાં ભલે તમેન મુંબઈ અથવા દિલ્હી જોવા મળતા હોય પરંતુ આંકડાને સમજવામાં આવે તો સૌથી ખરાબ હાલત અમદાવાદ શહેરની. તેનાથી ઉલટ છેલ્લા ત્રણ અઠવાડીયાથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં પહેલા જેવી તેજી નથી જોવા મળી, પરંતુ નવા મામલાની ગતિમાં સૌથી સારૂ ગુજરાત રહ્યું છે. આ બધી વાતને આંકડાના વિશ્લેષણથી સારી રીતે સમજો.

  દેશમાં સૌથી ઓછી ગ્રોથ રેટવાળુ રાજ્ય  એપ્રિલના મધ્ય સુધી 20 ટકાનો ગ્રોથ રેટ ગુજરાતમાં જોવા મળી રહ્યો હતો પરંતુ મેથી રાજ્યમાં કોરોનાના નવા મામલાની સ્પીડ ઓછી રહી. આ રીતે સમજો કે, 1મેના રોજ ગુજરાતમાં કોરોનાના મામલા 5000થી વધારે હતા. આ સમયે દિલ્હીમાં 3738 અને તામિલનાડુમાં 2526. હવે 7 જૂન બપોર સુધી ગુજરાતમાં 19,592 કુલ કેસ છે, જ્યારે દિલ્હીમાં 27,654 અને તામિલનાડુમાં 30,152 છે.

  દેશની તુલનામાં કેટલી ધીમી છે ગુજરાતની ગ્રોથ?

  કોવિડ-19ના કેસમાં ગુજરાતમાં 2.6 ટકા પ્રતિ દિવસનો ગ્રોથ રેટ(7-દિવસ કમ્પાઉન્ડ પ્રતિ દિવસ ગ્રોથ રેટ) છે. જ્યારે રાષ્ટ્રીય ગ્રોથ રેટ 4.33 છે. બીજી તરફ, મામલા ડબલ થવાનું પણ ગુજરાતમાં 27 દિવસની રેટ છે. જ્યારે ભારતમાં 16.61 દિવસ છે.

  પરંતુ મોત પરેશાનીનો મામલો?

  મેના પૂરા મહિનામાં ગુજરાતમાં રોજ 300થી 400 કેસ નોંધાયા, માત્ર ચાર દિવસને છોડી. આ પ્રકારે રાજ્યમાં જૂનના મહિનામાં અત્યાર સુધી 400થી 500 કેસ રોજ જોવા મળી રહ્યા છે. કેસ મામલે સ્પીડથી અલગ મોતના આંકડા રાજ્યમાં ચિંતાનું કારણ બન્યા છે. રાજ્યમાં પ્રતિ દિવસ 20થી 30 મોત થઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 6929 મોત થયા છે, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 2969. હાલમાં 1219 મોત સાથે ગુજરાત બીજા નંબર પર છે.

  અમદાવાદના આંકડા ડરાવનારા?

  ગુજરાતમાં અત્યાર સુધી કરોનાથી 1219 મોતમાંથી 994 એટલે કે, રાજ્યમાં 82 ટકા મોત માત્ર એક શહેર અમદાવાદમાં થયા છે. આ પ્રકારની ખરાબ સ્થિતિ દેશના અન્ય કોઈ શહેરની જોવા મળી નથી. બીજાનંબર પર ચેન્નાઈ જ્યાં તામિલનાડુમાં કુલ મોતની તુલનામાં 78 ટકાનો આંકડો છે.

  દિલ્હી, મુંબઈથી કેમ ખરાબ હાલત અમદાવાદની?

  ભારતમાં 50 લાખથી વધારે આબાદીવાળા 9 શહેરોના આંકડાના વિશ્લેષણના આધાર પર ટીઓઆઈના એક રિપોર્ટનું માનીએ તો, અમદાવાદની સ્થિતિ અન્ય શહેરોના મુકાબલે સૌથી ખરાબ છે. પ્રતિ 10 લાખની આબાદી પર કયા શહેરમાં કેટલા મોત થઈ રહ્યા છે? આ દરના હિસાબે અમદાવાદને સૌથી વધારે ખરાબ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે, અહીં દિલ્હી અને મુંબઈના મુકાબલે અડધી આબાદી પણ નથી.

  પ્રતિ મિલિયન આબાદી પર અમદાવાદમાં મોતની સંખ્યા 115 છે, જ્યારે મુંબઈમાં 80, પૂણેમાં 55, દિલ્હીમાં 32, કોલકાતામાં 23, ચેન્નાઈમાં 16, સુરતમાં 10, હૈદરાબાદમાં 2 અને બેંગ્લોરમાં 1. એક અન્ય આંકડો છે સીએફઆર, એટલે કે દરેક 100 કેસ પર મોતની સંખ્યા. અમદાવાદનો સીએફઆર 6.9 છે, જે દેશમાં સૌથી ખરાબ છે.

  હવે આજ 9 શહેરની રેટિંગ સીએફઆરના આંકડામાં જોઈએ - અમદાવાદમાં 6.9, કોલકાતામાં 6.4, પૂણેમાં 4.4. સુરતમાં 3.9, બેંગ્લોરમાં 3.3, મુંબઈમાં 3.1, દિલ્હીમાં 2.6, હૈદરાબાદમાં 1.3 અને ચેન્નાઈમાં 0.9 (આ બંને આંકડા શુક્રવારના ડેટા પર આધારિત) છે.

  શું છે આ આંકડા પાછળનું કારણ

  પ્રતિ મિલિયન આબાદી પર કોરોના સંક્રમણથી થતા મોતના પાછળનું કારણ વિશેષજ્ઞોએ માન્યું છે કે, કોવિડના મામલાને હેન્ડલ કરવામાં અમદાવાદ તંત્ર નિષ્ફળ રહ્યું. સીએફઆરના આંકડા પાછળનું કારણ જણાવતા ટીઓઆઈનો રિપોર્ટ કહે છે કે, ટેસ્ટિંગ મોટા પાયે થાય તો, પોઝિટિવ દર્દીની સંખ્યા વધારે જોવા મળે છે. આવું થવા પર સીએફઆર ઓછો થઈ જાય છે. એટલે કે, અમદાવાદના આંકડાથી સ્પષ્ટ થાય છે કે, અહીં ટેસ્ટિંગ પર્યાપ્ત થયું નથી.
  First published:June 07, 2020, 21:56 pm

  टॉप स्टोरीज