Home /News /gujarat /તાળી પાડો તો મારા રામની રે! મોરારિ બાપુની રામકથામાં કિર્તીદાન ગઢવીની જમાવટ, મન મૂકીને નાચ્યા લોકો
તાળી પાડો તો મારા રામની રે! મોરારિ બાપુની રામકથામાં કિર્તીદાન ગઢવીની જમાવટ, મન મૂકીને નાચ્યા લોકો
kirtidan gadhvi
KIRTIDAN GADHVI IN MORARIBAPU KATHA: મારી લાડકી રે... આ ગીત કીર્તીદાનનું લોકપ્રિય ગીત છે. તેણે તેઓને ખૂબ લોકપ્રિયતા આપવી છે અને દેશભરમાં તેઓની પહેચાન બની ગઈ છે. મોરારીબાપુની કથામાં આ ગીત પર તેમણે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
KIRTIDAN GADHVI DAYRO: કિર્તીદાન ગઢવી આજે ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે. ડાયરામના તેઓના ગીતો પર લોકો મન મૂકીને ઝૂમતા હોય છે. લાઠીમાં મોરારિ બાપુની રામકથામાં તેઓનો પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેઓએ જે રમઝટ બોલાવી હતી તે જોઈ લોકો મન મૂકીને ઝૂમ્યા હતા.
મારી લાડકી રે... આ ગીત કિર્તીદાનનું લોકપ્રિય ગીત છે. તેણે તેઓને ખૂબ લોકપ્રિયતા આપવી છે અને દેશભરમાં તેઓની પહેચાન બની ગઈ છે. લાડકી ગીત પર તેમણે લોકોને સાથે ગાવા માટે મજબૂર કરી દીધા હતા. લોકોએ ફ્લેશ લાઇટ કરીને અભિવાદન પણ કર્યું હતું. આ એક અદ્ભુત નજારો હતો અને લોકોએ કોમેન્ટ બોક્સમાં પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી.
લાઠીમાં મોરારિ બાપુની રામકથા ચાલી રહી હતી ત્યારે આ ગીત તેમણે ગાયું હતું. લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમણે સાથે ગીત ગણગણ્યું હતું અને ફ્લેશ લાઇટ કરીને અદ્ભુત નજારો કરી દીધો હતો. કિર્તીદાને પોતે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
અગાઉ પણ એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં નવસારીના ગુરુકુળ સુપા ગામ ખાતે કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. મળતી માહિતી પ્રમાણે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના લાભાર્થે લોકડાયરો યોજવામાં આવ્યો હતો. આ ડાયરા દરમિયાન ઢગલાબંધ પૈસાનો વરસાદ થયો હતો. અહીં આશરે પચાસ લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા.
કિર્તીદાન ગઢવીએ અનેક ગુજરાતીઓના દિલ જીત્યા છે. એટલું જ નહીં કમાભાઇ જેવા વ્યક્તિને ભગવાનનો માણસ ગણાવીને તેમની દરિયાદિલીએ તેને પણ લોકપ્રિયતા અપાવી દીધી છે.