Home /News /gujarat /હા કમાભાઈની મોજ હા! ડાયરામાં પૈસા ભેગા કરીને જુઓ શું કરવા લાગ્યા, કીર્તીદાને શેર કર્યો VIDEO

હા કમાભાઈની મોજ હા! ડાયરામાં પૈસા ભેગા કરીને જુઓ શું કરવા લાગ્યા, કીર્તીદાને શેર કર્યો VIDEO

ક્માભાઈ કીર્તીદાન ગઢવી સાથે

KIRTIDAN GADHVI DAYRO: સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહેસાણાના ડેડીયાસણના એક ડાયરામાં કીર્તીદાન જીવણજી ગીત પર સૂરો છેડી રહ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Mahesana (Mehsana), India
KAMABHAI WITH KIRTIDAN GADHVI : કમાભાઈ હવે ગુજરાતમાં એક સેલિબ્રિટિ બની ગયા છે. ડાયરામાં કલાકારો દ્વારા તેઓને આમંત્રિત કરવામાં આવતા હોય છે. એટલું જ નહીં કમાભાઈને અલગ અલગ ઇવેંટ્સમાં પણ આમંત્રિત કરવામાં આવતા હોય છે. ભાવનગરમાં ચૂંટણીસભામાં અને રેલીમાં પણ કમાભાઈ હાજર રહ્યા હતા. કમાભાઈના વિડિયોઝ પણ લોકોને જોવા ગમતા હોય છે અને અલગ અલગ પ્લેટફોર્મ પર લોકો શેર પણ કરતા હોય છે.

કમાભાઈમે લોકડાયરા કલાકાર કીર્તીદાન ગઢવીએ નામના અપાવી હતી. એક આવા જ વિડીયોમાં જોવા મળ્યું હતું કે કમાભાઈ તેઓના એક લોકગીત પર ઝૂમવા માંડ્યા હતા અને કીર્તીદાને તેઓને બોલાવીને પોતાની પાસે બેસાડયા હતા. ત્યાર પછીથી તેઓને ખૂબ નામના મળી છે. અનેક ડાયરામાં કમાભાઈ નાચતા જોવા મળ્યા હતા અને ગુજરાતનાં ખૂણે ખૂણે જાણીતા બની ગયા હતા.

હવે ફરીથી આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહેસાણાના ડેડીયાસણના એક ડાયરામાં કીર્તીદાન જીવણજી ગીત પર સૂરો છેડી રહ્યા છે. કમાભાઈ તેઓની બાજુમાં જ બેઠા છે. તેઓ પૈસાની નોટો ભેગી કરે છે અને થોડી વાર પછી તેઓ પોતાની જગ્યા પરથી ઊભા થઈ નાચવા લાગે છે.




કમો નામથી જાણીતા એવા કમલેશભાઇનું પૂરું નામ નામ કમલેશ નરોત્તમભાઇ નકુમ છે. તેની 26 વર્ષ ઉંમર છે. તેમના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાભાઇને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશભાઇ અને સંજયભાઇ. બન્ને લાદી સ્ટાઇલનું કામ કરે છે. કમાભાઇ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કમાભાઇ આ ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. કીર્તીદાનના ડાયરામાં એક ગીત કાન રસિયો રૂપાળો રંગ રેલિયો... એ સૂરો પર તેઓ ઝૂમવા લાગ્યા હતા અને ત્યાર પછી આજે તેઓને નાના બાળકો પણ ક્મો તરીકે ઓળખી જાય છે.

આ પણ વાંચો: પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ

કમલેશની માતા તેને કમો નહીં પણ કાનો કહે છે. તેઑ તેને કાનો કહીને જ બોલાવે છે. પરિવારનું કહેવું છે કે, અમે હિંમત હાર્યા જ નથી, કમો ખાઇ પીને મોજ કરે છે. કમો તેની મોજમાં જ રહે છે. તેને જે કરવું હોય તે કરવા દઇએ છીએ. કમાને ભજીયા બહુ ભાવે છે. દૂધ લેવા જવું તેવું બધુ ઘરનું કામ પણ કમો કરે છે. અમે તો સાચવીએ પણ આખુ ગામ સાચવે છે. આશ્રમે વજાબાપા પણ સાચવતા હતા. એક દિવસ કોઈ નહોતું ઓળખતું હવો કોણ નથી ઓળખતું ? આજે કમાભાઈના ગામ કોઠારીયાના ગામ વાસીઓ તેઓને ગામનું ગૌરવ ગણાવે છે.

" isDesktop="true" id="1306714" >

કીર્તીદાન ગઢવી સિવાય ગુજરાતનાં જાણીતા કલાકારો રાજભા ગઢવી, જિગ્નેશ કવિરાજ, માયાભાઇ આહિર, સાગરદાન ગઢવી, અલ્પા પટેલ,નેહા સુથાર,અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો ના કાર્યક્રમો માં કમાભાઈ હાજર રહી ચૂક્યા છે. અમુક વખત તો તેઓ ઝૂમી પણ ઉઠતાં હોય છે. બાળક જેવા કમાભાઈના સારા સ્વાસ્થ્ય અને મોજ ભરી જિંદગી માટે પ્રાર્થના કરે છે.
First published:

Tags: Ajab Gajab, Kirtidan Gadhavi, Mahesana, અજબ ગજબ, ડાયરો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો