મોરારિબાપુ બાપ જેવા વહાલા, તેમના વિશે કોઈ જરા પણ બોલે તે ગમતી વાત નથી : કિર્તીદાન

News18 Gujarati
Updated: September 10, 2019, 2:38 PM IST
મોરારિબાપુ બાપ જેવા વહાલા, તેમના વિશે કોઈ જરા પણ બોલે તે ગમતી વાત નથી : કિર્તીદાન
કિર્તીદાન ગઢવીએ વીડિયોમાં કહ્યું કે આ ઘટના દરેક હિંદુઓ માટે શરમજકન છે.

કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi)એ ફેસબુક પર મોરારિબાપુ- સ્વામીનારાયણ (Moraribapu-swaminarayan) વિવાદ વિશે કહ્યું કે હિંદુઓની વસતિ ઓછી છે આ ઘટના દરેક હિંદુઓ માટે શરમજનક છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મોરારિબાપુ અને સ્વામીનારાયણ  (Moraribapu-swaminarayan) સંપ્રદાય વચ્ચેનો વિવાદ દિનપ્રતિદિન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મોરારિબાપુએ પેરિસની કથામાં નીલકંઠવર્ણી (Nilkanthvarni) અંગે કરેલી ટિપ્પણી બાદ સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાય નારાજ છે, સ્વામીનારાયણ સંપ્રદાયે બાપુ વિરુદ્ધ પોસ્ટકાર્ડ યુદ્ધ શરૂ કર્યુ છે અને માફીની માગ કરી છે. આ યુદ્ધમાં હવે કલાકારોએ ઝંપલાવ્યું છે. માયાભાઈ આહિર, (Mayabhai Ahir) સાઈરામ દવે (Sairam Dave), જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj) બાદ હવે કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi)એ પણ મોરારિબાપુના સમર્થનમાં નિવેદન કર્યુ છે. કિર્તીદાન ગઢવીએ પોતાના ફેસબુક (Facebook) પેજ પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે મોરારિબાપુ મારા જેવા અનેક કલાકારોનો બાપ છે અને તેમના વિશે કોઈ સહેજ પણ બોલે તે મને ગમતી વાત નથી. આ ઉપરાંત કિર્તીદાને વીડિયોમાં સ્વામીનારાયણના કોઈ સંતના નિવેદનને ટાંકીને કહ્યું છે કે સનાતન ધર્મ જ સૌથી ઉપર છે. કિર્તીદાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે.

કિર્તીદાનના વીડિયોના અંશ
“સનાતન ધર્મનો જય હો, જય સીયારામ, જયમાતાજી. મારી દૃષ્ટીએ હિંદુઓ સૌ પ્રથમ ધર્મ હોય તો સનાતન ધર્મ છે, બાકી બધી તેની ડાળીઓ છે. મારોરિબાપુએ પેરિસમાં કહ્યું હતું કે જે ગળામાં ઝેર ધારણ કરે તે નીલકંઠ કહેવાય. બાપુના આ નિવેદન બાદ વિવાદ થયો છે. બાપુ કોઈ ધર્મનો વિરોધ કરતા નથી. મેં બાપુને પ્રમુખ સ્વામીની અંતિમવિધિ સમયે તેમજ અન્ય પ્રસંગોમાં તેમને જોયા છે. સ્વામીનારાયણના એક સંતે કહ્યું હતું કે બધી દેવીઓ સ્વામીનારાયણના આશિર્વાદ લઈને શક્તિશાળી થયા તો એક દેવીપુત્ર તરીકે હું આ વાતનું ખંડન કરૂ છું. મને આ વાત સાંભળીને દુ:ખ થયું છે, કારણે કે શિવશક્તિ તો આદિ અનાદિ છે. આપણે ચેતવું જોઈએ કારણે કે હિંદુઓની વસતિ ખૂબ જ ઓછી છે, આપણે વાદ-વિવાદ કરીશું તો કેમ ચાલશે. ”

આ પણ વાંચો : મોરારિબાપુ-સ્વામિનારાયણ મુદ્દે કલાકારોએ ભક્તોને ખોટી પોસ્ટ ન મૂકવા કરી અપીલ

મોરારિબાપુ વિશે કોઈ કઈ પણ બોલે તે પસંદ નથી
કિર્તીદાને મોરારિબાપુના સમર્થનમાં કહ્યું કે ' મોરારિબાપુ કલાકારોને પોંખે છે. અમારા જેવા કેટલાય કલાકારોના બાપ છે. બાપુ મને મારા બાપ જેવા વહાલા છે. બાપુ વિશે કોઈ જરા પણ બોલે તે મને ગમતી વાત નથી. જે સનાતન ધર્મની મશાલ લઈને ફરે છે તેમના વિશે તમે કેમ આવા શબ્દો બોલી શકો? સોશિયલ મીડિયામાં આપણે એકબીજાને ન શોભે તેવા શબ્દો ન બોલીયે આ વિવાદનો અંત લાવીયે. સનાતન ધર્મનો જય હો, જય સીયારામ'શું છે વિવાદ?
જાણીતા રામ કથાકાર મોરારીબાપુએ પેરિસની એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
First published: September 10, 2019, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading