ખોડલધામ ધ્વારા અમદાવાદની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ અને દિનેશ કુંભાણીએ અમદાવાદની નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં એક કન્વીનર, પાંચ સહ કન્વીનર, પાંચ ઉપપ્રમુખ, પાંચ મંત્રી અને પાંચ સહ મંત્રીની નિમણુક કરી તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં પ્રકાશ મોરડીયાને અમદાવાદના કન્વીનર બનાવવામાં આવ્યા છે. ધ્રુવ તોગડીયા, સંજય ભંડેરી, જીગ્નેશ સાવલીયા, હસમુખ કસવાળા સહીતના ચહેરાઓને સ્થાન મળ્યું છે.