Home /News /gujarat /

સુરત : કલાકોની તપાસ છતાં 8 પોલીસકર્મી નથી ઝડપાયા, આરોપીનું મોત

સુરત : કલાકોની તપાસ છતાં 8 પોલીસકર્મી નથી ઝડપાયા, આરોપીનું મોત

25 વર્ષનાં ઓમપ્રકાશ પાંડેનું ખાનગી હોસ્પિટલમાં મોડી રાતે સારવાર દરમિયાન મોત.

આ તમામ આરોપી પોલીસ કર્મીઓ પોલીસ કાર્યવાહી દરમિયાન ખટોદરા પોલીસ મથકના પોલીસ જવાનો સાથે જ ઝપાઝપી કરી ફરાર થઈ ગયા હતા.

  પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતમાં ગઇકાલે ખટોદરા પોલીસ મથકનાં પીઆઇ, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સહિત આઠ વિરુદ્ધ શકમંદ 3 આરોપીઓને ગોંધી રાખીને માર મારવાનો ગુનો નોંધાતા હતો. આ તમામ આરોપી પોલીસ કર્મીઓ પોલીસ કાર્યવાહી દરમિયાન ખટોદરા પોલીસ મથકના પોલીસ જવાનો સાથે જ ઝપાઝપી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ હજી તેમનો કોઇ પત્તો નથી મળી રહ્યો. જે ત્રણ યુવાનોને ગોંધી રાખી માર મરાયો હતો તે પૈકી 25 વર્ષનાં ઓમપ્રકાશ પાંડેનું ઉધના-મગદલ્લા રોડની ખાનગી હોસ્પિટલમાં મોડી રાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

  આ પણ વાંચો : લો બોલો, ખટોદરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પોલીસ કર્મીઓ જ થયા ફરાર!

  શકમંદ આરોપીને થયું હતું બ્રેઇન હેમરેજ

  પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિનાયક નગરમાં રહેતા ઓમપ્રકાશ પાંડેની ખટોદરા પોલીસ મથકમાં તબિયત લથડતાં પ્રથમ નવી સિવિલ બાદ ઉધના-મગદલ્લા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને ચોરીના ગુનામાં લવાયો હતો. ખટોદરા પોલીસ મથકનાં પોલીસ કર્મીઓએ ઓમપ્રકાશ બિસમ્બર પાંડે ( રહે. વિનાયક નગર, સરકારી ખુલ્લા પ્લોટમાં, કૈલાસ નગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત. મૂળ રહે. ઉત્તર પ્રદેશ ), તેના ભાઇ રામગોપાલ અને જયપ્રકાશને 3 દિવસથી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ચોરીનો ગુનો માટેની માર મારીને પૂછપરછ કરી રહ્યાં હતાં તે દરમિયાન ઓમપ્રકાશને ગંભીર ઇજા થતા બ્રેઇન હેમરેજ થયું હતું.

  આ પણ વાંચો : સુરતમાં શકમંદ આરોપીને માર મારનાર PI ખિલેરી પહેલા પણ ફસાયા છે વિવાદોમાં

  પોતાના સહકર્મીઓ સાથે જ ઝપાઝપી કરીને ફરાર થયા પોલીસ કર્મીઓ

  ભાગવા માટે 8 પોલીસ જવાનોએ ખટોદરા પોલીસ મથકના પીએસાઇ કે.પી.જાડેજા, આર.સી.નાગોલ, એએસઆઇ ગુણવંત રામુ, હે.કો મહેન્દ્ર યુવરાજ સાથે ઝપાઝપી કરી, પીએસઆઈ જાડેજાને ધક્કો મારી પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયા હતા. પી.આઇ., પીએસઆઇ સહિત 8 પોલીસ જવાનોને પકડવા કંટ્રોલરૂમમાંથી મેસેજ મોકલીને પોલીસ મથકોને તાકીદ કરાઇ હતી.

  આ પણ વાંચો : સુરતમાં શકમંદ આરોપીને માર મારવાનાં કેસમાં 8 કર્મી સામે ગુનો નોંધાયા બાદ PIની બદલી

  આ 8 પોલીસ કર્મીઓ આ ગુનામાં સામેલ છે.

  • પીઆઇ મોહનલાલ ભગવાનરામ ખિલેરી (ઉ.વ.48 ) ( રહે. પ્લોટ નં.258-3, યોગીકૃપા સોસાયટી સેક્ટર ૨૨, ગાંધીનગર )

  • પીએસઆઇ ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી ( ઉ.વ. 27 ) ( રહે.સી/1004, ફાલસાવાડી પોલીસ લાઇન, સુરત. મૂળ રહે. ધીણોજ, તા. ચાણસ્મા, જી.પાટણ)

  • કલ્પેશ નાગરભાઈ ગરંભા ( ઉ.વ.32 ) ( રહે.બી/1/202, શીતલ રેસીડેન્સી, છાપરાભાઠા, અમરોલી, સુરત. મૂળ રહે. કંથારીયા, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર )

  • આશિષ મનસુખભાઈ દિહોરા ( ઉ.વ.32 ) ( રહે. સી/601, સમર્પણ હાઇટ્સ, દાંડી કેનાલ રોડ, જહાંગીરપુરા, સુરત. મૂળ રહે. પ્લોટ નં.3/4/બી, માધવાનંદ સોસાયટી વિભાગ ૨, ચિત્રા, ભાવનગર )

  • હરેશ જેસંગભાઈ ચૌધરી ( ઉ. વ.27 )( રહે.બી/16,સરકારી વસાહત, નવી કોર્ટ, સુરત. મૂળ રહે. લક્ષ્મીપુરા, તા.વિસનગર જી.મહેસાણા )

  • પરેશભાઈ નાથાભાઈ ભુકણ ( ઉ.વ.27 ) (રહે.એ) 904, નેચરવેલી હોમ, પૂણા સારોલી રોડ, સુરત?. મૂળ રહે. ઢસા,તા. ગઢડા, જી. બોટાદ )

  • કનકસિંહ જેઠુસિંહ દિયોલ ( ઉ.વ.30)( રહે.બી/1/27, સલાબતપુરા પોલીસ લાઈન, સુરત. મૂળ રહે. મોટાસાડા, તા. દાંતા, જી.બનાસકાંઠા)

  • દિલુભાઇ

  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Khatodara, Surat police, ગુજરાત, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन