Home /News /gujarat /ખજૂરભાઈનાં સાળી બન્યા કિંજલ દવે, પરિવાર સાથે ઘરે પહોંચ્યા, વૃદ્ધાશ્રમ જઇને એવુ કામ કર્યું કે દિલ જીતી લીધા

ખજૂરભાઈનાં સાળી બન્યા કિંજલ દવે, પરિવાર સાથે ઘરે પહોંચ્યા, વૃદ્ધાશ્રમ જઇને એવુ કામ કર્યું કે દિલ જીતી લીધા

ખજૂરભાઈ કિંજલ દવે સાથે

Khajurbhai Meets Kinjal Dave: ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા ખજૂરભાઈ એટલે કે નિતિન જાનીના ઘરે ગુજરાતનાં જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે પહોંચ્યા હતા. ત્યાર પછી તેમણે જે પોસ્ટસ સોશ્યલ મીડિયામાં મૂકી તે વાયરલ થઈ રહી છે.

    ખજૂરભાઈ તરીકે જાણીતા ગુજરાતનાં કલાકાર અને લોકપ્રિય આર્ટિસ્ટ નિતિન જાનીના ઘરે ગુજરાતનાં જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે પહોંચ્યા હતા. ખજૂર ભાઈ અને કિંજલ દવેએ બંનેએ પોતાના ઇનસ્ટાગ્રામ પર આ ઘટનાને લઈને ફોટોઝ શેર કર્યા હતા.

    નિતિન જાનીએ આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે મારી બેન કિંજલ દવે અને તેઓનો પરિવાર મારા ઘરે પધાર્યા હતા. તેઓ હવે મારા સાળી બની ગયા છે.




    પરિવાર સાથે કિંજલ દવે ખજૂરભાઈ એટ્લે કે નિતિન જાનીને ત્યાં પહોંચ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેમણે ખજૂરભાઈ સાથે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમના આ કામની સોશ્યલ મીડિયામાં પ્રશંસા થઈ રહી છે. લોકોએ વખાણ કર્યા હતા અને સાથે આશીર્વાદ પણ આપ્યા હતા. \






    ગુજરાતમાં ખજૂરભાઈ ખુબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર તેઓ ફેમસ ચહેરો છે. હજુ થોડા સમય પહેલા જ ખજૂરભાઈએ તેઓના ફેંસને એક સારા સમાચાર આપ્યા છે. તેમણે સગાઈ કરી લીધી હોવાના ન્યૂઝ સામે આવ્યા હતા.

    ગુજરાતનાં ખજૂરભાઇને પ્રેમિકા મળી ગઈ લાગે છે. જેની સાથેનો સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનુ સુદ તરીકે પ્રચલિત છે. તેમણે લોકોને ખૂબ મદદ કરી છે. અને આજે હવે તેમણે લક્ષ્મી મળી ગઈ લાગે છે. કારણ કે તેમની સગાઇ મિનાક્ષી દવે સાથે આજે બારડોલી ખાતે થઇ હતી.






    આ પણ વાંચો: ખજૂરભાઈ ગોઠવાઈ ગયા! ઇન્સ્ટા પર શેર કરી સગાઈની તસવીર, જુઓ કોની સાથે થયું સગપણ

    મિનાક્ષી દવે સાથે થઇ સગાઇ

    ઇન્સ્ટા પરના આ ફોટોમાં દેખાય છે કે મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઇ સાથેની  સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં હતા. અને તેણીએ પણ પોતાના આઈડી પરથી આ ફોટો શેર કર્યો હતો. મિનાક્ષી દવે ગાયક હોવાની જણાઈ આવે છે કારણ કે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પ્ર્કરની પોસ્ટ પણ કરી છે.

    " isDesktop="true" id="1314662" >

    કિંજલ દવે પણ લોકપ્રિય ગુજરાતી ગાયક કલાકાર છે જે દેશવિદેશમાં કાર્યક્રમો કરતાં હોય છે. બે મોટી હસ્તીઓ ને સાથે જોઈને અને તેમના હસતાં ચહેરા જોઈને તેઓના ફેંસ ખુશ થઈ ગયા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Khajur, Khajur Amreli viral video, Kinjal Dave, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन