Home /News /gujarat /બાપે કેરોસીન છાંટી લીધુ, માં ભાગી ગઈ, ખજૂરભાઈએ જુઓ કેવી રીતે 5 અનાથ બાળકોની જિંદગી બદલી

બાપે કેરોસીન છાંટી લીધુ, માં ભાગી ગઈ, ખજૂરભાઈએ જુઓ કેવી રીતે 5 અનાથ બાળકોની જિંદગી બદલી

khajurbhai nitin jani

KHAJURBHAI VIDEO: ખજૂરભાઈ તરીકે ઓળખાતા નિતિન જાનીએ હજારો લોકોના દિલ જીતી લીધા છે. આંખો ભીની કરી દે એવી કહાની છે જેમાં પાંચ અનાથ બાળકોને ખજૂરભાઈએ ઘર બનાવી આપ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Mahesana (Mehsana), India
ગુજરાતમાં ખજૂરભાઈ ખુબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર તેઓ ફેમસ ચહેરો છે. ખજૂરભાઈએ તેઓના ફેંસને ફરીથી આવા જ એક સારા સમાચાર આપ્યા છે. લોકો તેમને ગુજરાતના 'સોનુ સુદ' કહેવા લાગ્યા છે ત્યારે ગુજરાતના આ સોનુ સુદે ફરી એકવાર સંવેદનશીલતાનો દાખલો આપ્યો છે. ખજૂરભાઈ તરીકે ઓળખાતા નિતિન જાનીએ હજારો લોકોના દિલ જીતી લીધા છે.

ખજૂરભાઈએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો જોઈને કોઈપણ વ્યક્તિ રડી પડે. કારણ કે આ વિડીયોમાં પાંચ પાંચ અનાથ બાળકો દેખાય છે. જેના પિતા કેરોસીન છાંટીને આત્મહત્યા કરીને ગુજરી ગયા હતા. તો માતા છોડીને ભાગી ગઈ હતી. આ બાળકો તેઓના 75 વર્ષીય દાદા સાથે રહે છે.

" isDesktop="true" id="1364275" >

એકદમ ખખડધજ અવસ્થામાં ઘર. કમાવા જઇ શકે એવું ઘરમાં એક પણ વ્યક્તિ નહીં. આ દ્રશ્યો હ્રદયને હચમચાવી નાખે એવા છે. ગુજરાતમાં સેંકડો પરિવારોની મદદ કરીને ગુજરાતનાં સોનું સુદ તરીકે ઓળખાવા લાગેલા ખજૂર ભાઈ આ પરિવારના મદદગાર બન્યા હતા. આ પરિવારના 7 લોકોને ખજૂર ભાઈએ સરસ મજાનું ઘર બનાવી આપ્યું હતુ.

આ પણ વાંચો: ખજૂરભાઈનાં સાળી બન્યા કિંજલ દવે, પરિવાર સાથે ઘરે પહોંચ્યા, વૃદ્ધાશ્રમ જઇને એવુ કામ કર્યું કે દિલ જીતી લીધા

આ પરીવાર મહેસાણાના ડાભલા ગામમાં રહે છે. ખજૂર ભાઈ આ પરિવાર માટે દેવદૂત બનીને આવ્યા હતા. ઘરની મોટી દીકરી લક્ષ્મી જે વિડીયોમાં પરિવાર માટે રોટલી અને ભોજન બનાવતી દેખાય છે તેને ખજૂરભાઈ અને ટીમે એક સરસ કિચન બનાવી આપ્યું હતું. આ પરિવારના 7 લોકોની જિંદગી આ પાંચ દિવસમાં જ બદલાઈ ગઈ હતી. હવે તેઓની પાસે સરસ મજાનું ઘર છે, ઘરમાં બારી બારણાં, કિચન અને બીજી સરસ સુવિધાઓ પણ છે. ખજૂરભાઈએ આ વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે જેને ઘણા લોકોએ વખાણ્યો છે. ફરી એક વાર ખજૂરભાઈ તરીકે ઓળખાતા નિતિન જાનીએ હજારો લોકોના દિલ જીતી લીધા છે.
First published:

Tags: Khajur, Mehsana news, Nitin Jani

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો