Kerala Lesbian Couple Photoshoot: કેરળના લેસ્બિયન દંપતી અધિલા નસરીન અને ફાતિમા નૂરાને રાહત થઈ છે. આ દંપતીને તેમના માતાપિતા દ્વારા અલગ કરી દેવાયું હતું. પરંતુ જૂન મહિનામાં કેરળ હાઈકોર્ટે બંનેને ફરી એકવાર ભેગા કર્યા હતા.
Kerala Lesbian Couple: સમાજમાં ગે અને લેસ્બિયન જેવા શબ્દો જાહેરમાં બોલવામાં સંકોચ થાય છે. આવી સ્થિતિમાં સમલૈંગિક સંબંધોને લગ્ન સુધી પહોંચાડવા અત્યારે અશક્ય સમાન છે. જોકે, કેરળની બે યુવતીઓએ એકબીજાને પામવા માટે મોટી જંગ લડ્યા બાદ અંતે જીત મેળવી છે.
કેરળના લેસ્બિયન દંપતી અધિલા નસરીન અને ફાતિમા નૂરાને રાહત થઈ છે. આ દંપતીને તેમના માતાપિતા દ્વારા અલગ કરી દેવાયું હતું. પરંતુ જૂન મહિનામાં કેરળ હાઈકોર્ટે બંનેને ફરી એકવાર ભેગા કર્યા હતા.
અધિલાએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી, જેના પગલે પરિવાર દ્વારા કથિત રીતે અપહરણ કરાયેલી ફાતિમા કોર્ટમાં હાજર થઈ હતી. આ કેસમાં બંને સાથે રહેવા માંગતી હોવાની વાત કોર્ટે જાણી હતી, ત્યારબાદ તેમને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે બંને લગ્નના ફોટોશૂટના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. આ ફોટોશૂટમાં તેઓએ દુલ્હન તરીકે પોઝ આપ્યો હતો.
આ બાબતે અધિલાએ બીબીસીને જણાવ્યું હતું કે, અમે હમણાં જ ફોટોશૂટ કર્યું હતું. અમને લાગ્યું કે આ વિચાર રસપ્રદ છે. આ દંપતી ભવિષ્યમાં કોઈક તબક્કે લગ્ન કરવા અંગે પણ વિચારે છે. અત્યારે ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી નથી, જોકે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ અંગેની અરજીઓ પર વિચાર કરી રહી છે.
અધિલાએ બીબીસી સમક્ષ પોતાની હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જે પણ ફોર્મ ભરવાનું હોય તેમાં પતિ, પત્ની કે પિતાનું નામ કેમ માંગવામાં આવે છે. અધિલા અને ફાતિમાની જેમ પરિવાર સાથે સંબંધો સારા ન હોય તેવા કેસમાં તો આવા ફોર્મ વધુ મુશ્કેલ બની જાય છે.
તેમના પરિવારો હજી પણ તેમના સંબંધો હોમોફોબિક સ્ટીરિયોટાઇપમાંથી પસાર થતો તબક્કો માને છે. સાઉદી અરેબિયામાં સ્કૂલના દિવસોથી જ બંને સાથે છે. ફાતિમા અને અધિલાના ઘણા સમર્થકો અને શુભેચ્છકો છે. પણ વિરોધીઓ પણ ઘણા છે.
સમલૈંગિક સમુદાયના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની સલાહ
ફાતિમા અને અધિલા હવે સમલૈંગિક સમુદાયના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની સલાહ આપે છે. આ જ સલાહ તેમને સપોર્ટ ગ્રુપ તરફથી મળી હતી. તેમને પોતાનું શિક્ષણ પૂરું કરવા અને નોકરી શોધવા કહેવામાં આવ્યું હતું. ફાતિમાએ બીબીસીને નોકરી હોવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, નોકરી મેળવવાથી નાણાંકીય સુરક્ષા મળે છે અને વ્યક્તિ બીજા કોઈની દયા પર હોતી નથી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર