જંગલની વચ્ચે કપલે કરાવ્યું Bold પોસ્ટ-વેડિંગ ફોટોશૂટ, તસવીરો સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

ઋષિ અને લક્ષ્મીનો ફોટોશૂટ

હાલ કપલ્સ વચ્ચે પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરવાની ફેશન ચાલી છે ત્યારે આ કપલનો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ હાલ વાયરલ થઇ રહ્યું છે કારણ જાણો.

 • Share this:
  નવા સમયના કપલ્સની વચ્ચે પોસ્ટ વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. જેમાં તે અલગ અલગ થીમ પર નવા નવા કપડા પહેરી, અલગ અલગ સ્થાન પર ફોટોશૂટ કરાવે છે. અને તેમાં જેટલો નવો આઇડિયા તેટલો વધુ ઉત્સાહ. જો કે કોરોના વાયરસના કારણે 2020માં અનેક લગ્નો અટકાઇને ઊભા છે. ત્યારે કેરળના ઋષિ અને લક્ષ્મી સાથે પણ કંઇક આવું જ થયું.

  ઋષિ કાર્તિકેયન 16 સપ્ટેમ્બરે લક્ષ્મી સાથે લગ્ન કરી લીધા. તેમના પ્રેમના આ ઉત્સવને માણવા માટે તેમણે એક ફોટોશૂટ કરવાનો નિર્ણય લીધા અને પોતાના ફોટોગ્રાફર મિત્રને લઇને તે કેરળના ઇડ્ડક્કીના ચાના ખેતરોમાં પહોંચ્યા. ચાના બગીચામાં આ કપલ એક હોટ ફોટોશૂટ કરાવ્યું. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહી છે. આ વાયરલ ફોટોમાં બંને કપલ ચાના બગીચામાં સફેદ રંગની ચાદર શરીર પર બાંધીને રોમાન્ટિક પોઝ આપતા નજરે પડી રહ્યા છે. તમે પણ જુઓ આ તસવીરો.


  જો કે કપલનો આ રીતનો ફોટોશૂટ જ્યાં કેટલાક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ત્યાં જ કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા છે. કેટલાક યુઝર્સે તો તે પણ કહ્યું કે આ ફોટોમાં કપલ અર્ધનગ્ન છે. અને વ્યક્તિગત સંબંધોને આરીતે સામે લાવવું ખોટું છે. અને આવા ફોટોશૂટ કરાવવા પણ અયોગ્ય છે.


  ધ ન્યૂઝ મિનિટની એક રિપોર્ટ મુજબ અનેક લોકોએ આ કપલ્સને આવા ફોટો પડવા માટે આલોચના કરતા આરોપ લગાવ્યો છે તે આ તસવીરો અને આ રીતનો ફોટોશૂટ અભદ્ર અને અનુચિત છે. એટલું જ નહીં કેટલાક લોકોએ તો ત્યાં સુધી પણ પુછી લીધું કે ચાદરની નીચે કંઇ પહેર્યું પણ છે કે નહીં? ઉલ્લેખનીય છે કે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવું તે હાલ ટ્રેન્ડ બની ગયો છે. અને કંઇક નવું કરવાની ચાહમાં કપલ્સ મોટોભાગે નીતનવી સ્ટાઇલથી ફોટોશૂટ કરાવે છે.
  Published by:Chaitali Shukla
  First published: