કેરળઃ કોચિન શિપયાર્ડમાં બ્લાસ્ટ, 5નાં મોત, 15થી વધુને ઇજા

News18 Gujarati
Updated: February 13, 2018, 4:53 PM IST
કેરળઃ કોચિન શિપયાર્ડમાં બ્લાસ્ટ, 5નાં મોત, 15થી વધુને ઇજા
News18 Gujarati
Updated: February 13, 2018, 4:53 PM IST
કેરળઃ કોચિન શિપયાર્ડમાં આજે અચાનક બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 5 વ્યક્તિનાં મોત થયાં અને 15 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાના સમાચાર મળ્યા છે. ફાઇર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે

મળતી વધુ વિગત મુજબ, કેરળના કોચિન શિપયાર્ડમાં આજે અચાનક બ્લાસ્ટ થયો છે. ઓએનજીસીના શૂગર ભૂષણશિપમાં થયેલા બ્લાસ્ટમાં 5 વ્યક્તિનાં મોત થયાં છે તેમ જ 15થી વધુ વ્યક્તિને ઇજા થઈ છે.

હજી બીજી બે વ્યક્તિ ફસાઈ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં ફાઇર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રચાસ કરી રહી છે. બ્લાસ્ટ થવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर