"ચૂપ રહેજો, નહીંતર તમારા કાકા જેવી હાલત થશે' : ભાનુશાલીના કુટુંબીજનો માટે કડક સુરક્ષા

News18 Gujarati
Updated: January 13, 2019, 8:08 AM IST
ભુજના દુષ્કર્મ કેસના સમાધાનની છેલ્લી રકમ ન ચૂકવાતા ભાનુશાળી હત્યાની થઇ હોવાની આશંકા

ભુજના દુષ્કર્મ કેસના સમાધાનની છેલ્લી રકમ ન ચૂકવાતા ભાનુશાળી હત્યાની થઇ હોવાની આશંકા

  • Share this:
 

ન્યૂઝ 18 ગુજરાતી :

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાને હજુ તો ગણતરીના દિવસો વીત્યા છે ત્યાં તેમના કુટુંબીજનોને મારી નાખવાની ધમકી મળતાં પોલીસ તંત્ર ફરી દોડતું થઇ ગયું છે. આ ધમકીના મામલે ભાનુશાલીના ભત્રીજા સુનિલે લેખિતમાં અરજી કરીને તેમની ધમકી મળી હોવા અંગેની ફરિયાદ નરોડા પોલીસ મથકમાં નોંધાવી છે.

આ અંગે થયેલી ફરિયાદમાં એવું જણાવાયું છે કે, ' મુંબઈ રહેતા મારા કુટુંબીજનોને અજ્ઞાત નંબરો ઉપરથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે કે- ચુપચાપ રહેજો નહીંતર તારી અને તારા કુટુંબીજનોની હાલત પણ તારા કાકા જેવી કરી નાખીશું'

આ ધમકીના પગલે પોલીસે ભાનુશાલીના રહેણાંકો ઉપર સુરક્ષા વધુ ચુસ્ત બનાવી દીધી છે અને આ અજ્ઞાત લોકોને શોધવા માટેની તપાસ વધુ તેજ કરી દીધી છે.

આ પૂર્વે આ હત્યા કેસમાં પુનાના ગેંગસ્ટર ભાઉ અને શેખરના નામ બહાર આવ્યા છે. આ સાથે એવી પણ માહિતી સૂત્રોમાંથી મળી રહી છે કે, ભુજમાં દુષ્કર્મ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ આ બહુચર્ચિત કેસમાં સમાધાન કરવા માટેની મિટિંગ ગત ઓગસ્ટે રાજકોટમાં મળી હતી. આ મીટિંગમાં મુખ્ય વ્યક્તિ ઉપરાંત સામા પક્ષે ભાઉ, મનિષા અને મધ્યસ્થી કરનાર મનુદાદા સહિતના લોકો હાજર રહ્યા હતા જેમાં ચર્ચાના અંતે 1.25 કરોડમાં સમાધાન થયું હતું. જેમાંથી 75 લાખ રૂપિયાની રકમ ચુકવાઈ ગઈ હતી. પરંતુ આ કેસના મુખ્ય વ્યક્તિએ સેટલમેન્ટ થયા મુજબ 50 લાખનો છેલ્લો હપ્તો ન ચૂકવતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

એટીએસ, સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલવેઝ તથા શહેર ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓ સમક્ષ ગુનાની થીઅરી સ્પષ્ટ થઇ ગઇ છે. આ ગુનાનો ભેદ ઉકેલવાની એકદમ નજીક છે પરંતુ આ ગુનામાં મૃતક ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભણશાળી તથા આરોપીમાં પણ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ હોવાથી કાચું કપાઇ ના જાય તે હેતુથી પોલીસ છાશ ફૂકી ફૂકીને પી રહી હોય તેમ કાચબાંની ગતિએ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાનુશાળીની હત્યા કેસની કથિત આરોપી મનીષાની ધરપકડની ચર્ચાએ જોર પકડતા તેના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા સારવાર માટે તેમનેે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી બાજુ પતિએ ગૂમની ફરિયાદ કેમ ન નોંધાવી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ગજુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મનીષા થોડા દિવસ અગાઉ કોઇ કામ માટે કચ્છ ગઇ હતી અને ત્યાંજ હતી. પરંતુ ત્યારબાદ તેનો સંપર્ક કપાઇ ગયો હતો.
First published: January 13, 2019
વધુ વાંચો
अगली ख़बर