Home /News /gujarat /

Chanakya Niti: દુશ્મન કરતા પણ વધુ ખતરનાક હોય છે આ પ્રકારની વ્યક્તિઓ, કઈ રીતે જાણશો આ વ્યક્તિઓને

Chanakya Niti: દુશ્મન કરતા પણ વધુ ખતરનાક હોય છે આ પ્રકારની વ્યક્તિઓ, કઈ રીતે જાણશો આ વ્યક્તિઓને

દુશ્મન કરતા પણ વધુ ખતરનાક હોય છે આ પ્રકારની વ્યક્તિઓ

આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં જે નીતિઓ અને ઉપાયો વિશે જણાવ્યું છે, તેનાથી લોકો આજે પણ પ્રેરણા મેળવે છે અને જીવન સફળ બનાવવાનો પ્રયાસ કરે છે. ચાણક્ય નીતિમાં એક એવી વાત વિશે જણાવવામાં આવ્યું છે, જેનો સ્વીકાર કરીને નિરાશા અને દુ:ખમાંથી બહાર નીકળી શકાય છે.

વધુ જુઓ ...
    Chanakya Niti: આચાર્ય ચાણક્યને આધુનિક યુગમાં પણ મહાન શિક્ષકોમાંથી એક માનવામાં આવે છે. તેમણે પોતાના નીતિ શાસ્ત્રમાં જે નીતિઓ અને ઉપાયો વિશે જણાવ્યું છે, તેનાથી લોકો આજે પણ પ્રેરણા મેળવે છે અને જીવન સફળ બનાવવાનો પ્રયાસ કરે છે. ચાણક્ય નીતિમાં એક એવી વાત વિશે જણાવવામાં આવ્યું છે, જેનો સ્વીકાર કરીને નિરાશા અને દુ:ખમાંથી બહાર નીકળી શકાય છે.

    આચાર્ય ચાણક્યએ આ ગંભીર બાબત વિશે જણાવતા કહ્યું છે કે, મનુષ્ય પોતાના દુશ્મની દૂર રહેવાની કોશિશ કરે છે. આપણી આસપાસ કેટલાક એવા લોકો રહે છે, જે દુશ્મન કરતા પણ વધુ ખતરનાક હોય છે. આ પ્રકારના લોકોને ઓળખીને તેમનાથી દૂર રહેવું જોઈએ.

    नैव पश्यति जन्मान्धः कामान्धो नैव पश्यति ।

    मदोन्मत्ता न पश्यन्ति अर्थी दोषं न पश्यति ।।

    સ્વાર્થી વ્યક્તિથી દૂર રહો


    આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે પ્રકારે જન્મથી અંધ વ્યક્તિ કંઈ જ જોઈ શકતી નથી. તે પ્રકારે સ્વાર્થી વ્યક્તિને પોતાના સિવાય કોઈ જ દેખાતું નથી. આ પ્રકારના લોકો પોતાના સ્વાર્થ માટે કોઈપણ વ્યક્તિ સાથે ખોટું કરી શકે છે. આ પ્રકારના લોકો મિત્રતા પણ સ્વાર્થ માટે જ કરતા હોય છે અને અન્ય લોકોને ફસાવી દે છે. આ કારણોસર તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. આ પ્રકારની વ્યક્તિ તમારા પર અને તમારી સાથે રહેતી વ્યક્તિ પર પણ ખોટી અસર કરે છે.

    આ પણ વાંચો: Lucky Number : આ મૂળાંકના લોકો ધન, બુદ્ધિ અને ક્રિએટિવિટીમાં હોય છે અવ્વલ, નોકરી કે બિઝનેસ દરેક ક્ષેત્રે વાગે છે ડંકો

    ઈર્ષાળુ વ્યક્તિથી દૂર રહો


    આચાર્ય ચાણક્ય જણાવે છે કે, દુષ્ટ અથવા લાલચી વ્યક્તિ અન્ય લોકોની ઉન્નતિ અને પ્રગતિ જોઈ હંમેશા બળતરા કરે છે. આ પ્રકારની લોકો ઉન્નતિ કરી શકતા નથી, જેથી અન્ય લોકોની ટીકા કરવા લાગે છે. આ પ્રકારના લોકો માત્ર અને માત્ર અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે. તેમને આ પ્રકારે કરવાથી ખુશી મળે છે. આ કારણોસર આ પ્રકારની વ્યક્તિથી દૂર રહેવું જોઈએ.

    કામ અને ક્રોધના નશામાં રહેતી વ્યક્તિ


    આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે વ્યક્તિ કામ અને ક્રોધના નશામાં ડૂબેલો હોય છે, તે વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ પ્રકારની વ્યક્તિની સંગતની અસર અન્ય લોકો પર પણ પડે છે. આ પ્રકારના લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણોસર તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

    આ પણ વાંચો: Surya Grahan 2022: સૌથી મોટા તહેવારની રાતથી જ લાગી જશે સૂર્ય ગ્રહણ, શું અસર થશે?


    (નોંધ- અહીંયા આપેલ જાણકારી સામાન્ય માન્યતાઓ અને ઈન્ટરનેટ પરની માહિતીના આધાર પર લખવામાં આવી છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.)
    First published:

    Tags: Chanakya Niti, DharmaBhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन