આર્ટિકલ 370થી ધ્યાન ભટકાવવા મારા પિતાની ધરપકડ થઇ છે, હું ધરણા કરીશ : કાર્તિ

News18 Gujarati
Updated: August 22, 2019, 1:08 PM IST
આર્ટિકલ 370થી ધ્યાન ભટકાવવા મારા પિતાની ધરપકડ થઇ છે, હું ધરણા કરીશ : કાર્તિ
કાર્તિ ચિદમ્બરમ

"મારા પિતાની ધરપકડ કોઇ ટીવી રિયાલિટી શો જેવી હતી" : કાર્તિ ચિદમ્બરમ

  • Share this:
બુધવારે મોડી રાત્રે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇએ ધરપકડ કરી છે. તેમાં ગુરુવારે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે તેમના પિતાની ધરપકડ ખાલી આર્ટિકલ 370 પરથી ધ્યાન ભટકાવવા થઇ છે. સીબીઆઇની આ કાર્યવાહી રાજનીતિ પ્રેરિત છે. અને તે આ મામલે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કાર્તિ ચેન્નઇથી દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ તેમણે મીડિયાને આ નિવેદન આપ્યું હતું.

કાર્તિએ કહ્યું કે "આ મામલો 2008માં થયો હતો. તે માટે 2017માં એફઆઇઆર દાખલ કરવામાં આવી. ચાર વાર મારા ઘર પર દરોડા પડ્યા. 20 વાર મને ત્યાં બોલવવામાં આવ્યા. દર વખતે હું 10-12 કલાક ત્યાં હાજર રહ્યો. 11 દિવસો માટે હું સીબીઆઇનો અતિથિ રહ્યો. મારી સાથે જોડાયેલા તમામને બોલવવામાં આવ્યા. મોટા પાયે પુછપરછ થઇ. પણ હજી પણ મારી પાસે ચાર્જશીટ નથી. આઇએનએક્સ મીડિયા સાથે મારો કોઇ સંબંધ નથી."કાર્તિએ કહ્યું કે "મારા પિતાની ધરપકડ કે કોઇ ટીવી રિયાલિટી શો જેવી હતી. આ રીતે નાટક કરવાનું કોઇ કારણ નહતું. પ્રામાણિકતાથી તપાસ નથી કરાઇ. જે અધિકારી તપાસ કરી રહ્યા છે તે જાણે છે કે આ કોઇ મુદ્દો જ નથી. પણ તેમની હિંમત નથી કે તે આવું ફાઇલમાં લખે, માટે કેટલાક લોકોને ખુશ કરવા આ કાર્યવાહી કરવામાં આવી છે."

"દુર્ભાગ્યવશ ભારતમાં કોઇ પણ તપાસ પૂર્ણ થવાની કોઇ સમયસીમા જ નથી. તે હંમેશા ચાલુ રહે છે. કોઇને હેરાન કરવાનું આ સારું હથિયાર છે. મારા પિતા દર વખતે તપાસ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર રહ્યા છે." કાર્તિએ વધુમાં કહ્યું કે તે જંતર મંતર પર જઇ હવે અન્ય કોંગ્રેસીઓ સાથે આર્ટિકલ 370 રદ કરવા મામલે ધરણા કરશે. આ ધરપકડ ખાલી કોંગ્રેસને ટાર્ગેટ કરવા માટે થઇ છે.
First published: August 22, 2019, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading