એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને ગ્રુપીઝમ અંગે ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે. બોલિવૂડમાં નેપોટિઝમને લઈને બે પક્ષો સામે આવ્યા છે. એક્ટ્રેસ કંગના અવાર નવાર આ મુદ્દા પર પોતાનો પક્ષ રાખી રહી છે.
જ્યારથી સુશાંતની આત્મહત્યાનાં સમાચાર આવ્યાં છે ત્યારથી કંગના સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે. કંગનાએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે બોલિવૂડમાં એક ગેંગ છે, જેના ઇશારે બધું અહીં ચાલે છે. પિંકવિલાને આપેલાં ઇન્ટરવ્યુંમાં કંગના કહે છે કે, 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' જેવી ફિલ્મ આપવા છતાં સુશાંતને ફિલ્મ 'ડ્રાઇવ'ને ટેકર્સ મળ્યા નહી. જેને કારણે બોલિવૂડમાં ઘણાં ટેલેન્ટને તક આપનારા ડિરેક્ટર પ્રોડ્યુસર્સે સુશાંતને ફ્લોપ જાહેર કરી દીધો હતો.
કંગનાએ એમ પણ કહ્યું હતું કે, હું એક સમયે એટલી નીરાશ થઈ હતી કે મને સતત આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. વર્ષ 2016ની ઘટનાને યાદ કરીને કંગનાએ કહ્યુ કે મે મારી બ્લોકબાસ્ટર ફિલ્મ આપ્યા પછી 19 બ્રાન્ડ સાથે કરાર કર્યો હતો ત્યારે મારા એક્સ બોય ફ્રેન્ડ 2013માં મારા વિરૂદ્ધ કેસ કરી દીધો.
આ તમામ બ્રાન્ડની આદત છે કે કોઈ કલાકાર પર કેસ થાય તો તરત જ કરાર તોડી નાખે મારી સાથે આવુ થયુ. મારી જાતને વિવશ માનવા લાગી મારી હાથમાં આવેલી સફળતા છીનવાઇ ગઈ હતી. કંગનાએ કહ્યું, 'અહીં બધું ખૂબ યોજના બદ્ધ રીતે કરવામાં આવે છે. મને ડાકણ કહેવામાં આવી. મારા પર કાળાજાદૂનો આરોપ લગાવાયો. મને કહેવામાં આવતુ કે હુ સારા પગલાની નથી. કરણ જોહર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ગયો અને કહ્યું કે કંગનાએ ફિલ્મ ઉદ્યોગ છોડી દેવો જોઈએ. મને બહાર કાઢી નાખવી જોઈએ.
આ પણ વાંચો- પેરાનોર્મલ એક્સપર્ટનો દાવો તેને સુશાંતની આત્મા સાથે કરી વાત, જાણ્યું આત્મહત્યાનું કારણ
આવી વાતો ચાલતી હતી લોકો ત્યાં તમાસો જોઈ રહ્યા હતા તાળીઓ પાડી મનોરંજન માણી રહ્યા હતા. મારા તમામ દરવાજા બંધ થઈ ગયા. હું લગ્ન કરી શકી નહી. મારે કોઈ આર્થિક ભવિષ્ય નહોતું. મને સહારો આપનાર કોઈ ન હતુ. શું તમને નથી લાગતું કે આવા સમયે આત્મહત્યાનો વિચાર મારા મગજમાં આવ્યો હશે? '
આ પણ વાંચો- કંગના બોલી, સુશાંતના નિધન અંગેનો મારો દાવો ખોટો પડે તો પદ્મશ્રી પરત આપી દઇશ
કંગનાએ વધુમાં કહ્યું કે, 'મારા જેવા કોઈને કે જેમને ફક્ત અભિનયના આધારે ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો અને પદ્મશ્રી મળ્યા છે, તે કરણ જોહરના સારા કલાકારોની યાદીમાં નથી. 18 બ્રાન્ડ્સે મને બે મહિનામાં છોડી દીધી. કદાચ તે સમયે મારા મગજમાં આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો હોય. નાના શહેરોમાં પૈસા મહત્વપૂર્ણ નથી, આદર મહત્વપૂર્ણ હોય છે.'
કામની સાથે મહેનતની સાથે આવો ખરાબ સમય તમને તોડી નાંખે છે. મારા પર જે વિત્યુ તેના કારણે જ હુ સુશાંતની સ્થિતિ સમજી શકી છુ. કરન જોહરે તેને પણ ફ્લોપ હિરો ઘોષિત કરી દીધો હતો.