Home /News /gujarat /

કપિલ-સુનીલનો ઝઘડો બન્યો 'સોશિયલ મીડિયા વોર', ટ્વિટર પર જામ્યું વાક્યુદ્ધ

કપિલ-સુનીલનો ઝઘડો બન્યો 'સોશિયલ મીડિયા વોર', ટ્વિટર પર જામ્યું વાક્યુદ્ધ

હું શોમાં કામ કરવા માટે ઉત્સાહિત હતો મે ઘણાં સમય સુધી ઓફર આવશે તેવી રાહ પણ જોઇ પણ મને શો મેકર્સ કે અન્ય કોઇ તરફથી કોઇ ફોન આવ્યો ન હતો. જોકે હવે મારી પાસે અન્ય શો છે

હું શોમાં કામ કરવા માટે ઉત્સાહિત હતો મે ઘણાં સમય સુધી ઓફર આવશે તેવી રાહ પણ જોઇ પણ મને શો મેકર્સ કે અન્ય કોઇ તરફથી કોઇ ફોન આવ્યો ન હતો. જોકે હવે મારી પાસે અન્ય શો છે

    મુંબઇ: હાલમાં જ કોમેડીની દુનિયાનાં બે ધુરંધરો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઇ સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઇ છે. બંને વચ્ચે ગત માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો. જે આજ દિન સુધી પૂર્ણ થયો નથી.

    હવે કપિલ સોની ટીવી પર નવો શો શરૂ કરવા જઇ રહ્યો છે. જેનું નામ છે 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા', આ શોમાં સુનિલ ગ્રોવર હશે કે નહીં તે  સવાલ એક ચાહકે સુનિલને પુછ્યો હતો. જેનાં જવાબમાં સુનિલ ગ્રોવરે લખ્યું હતું કે, હું શોમાં કામ કરવા માટે ઉત્સાહિત હતો મે ઘણાં સમય સુધી ઓફર આવશે તેવી રાહ પણ જોઇ પણ મને શો મેકર્સ કે અન્ય કોઇ તરફથી કોઇ ફોન આવ્યો ન હતો. જોકે હવે મારી પાસે અન્ય શો છે.

    સુનીલે આપ્યો જવાબ
    આ ઘટના બાદ સુનીલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સૌ કોઇ જાણે છે કે હું આપનાં શોમાં કેમ પાછો નથી ફરી રહ્યો. હું આપનાં નવાં શોની વાત કરી રહ્યો છું. આપ જુના રોંદણા ન રુઓ. હું એક વર્ષ સુધી કંઇ નથી બોલ્યો કારણ કે આપની બદતમીજી સામે આવત. આપની ગરિમા જળવાઇ રહે તે માટે. આપણે સાથે ઘણું સારુ કામ કર્યુ છે. હાલમાં પણ હું કંઇ ફાલતુ નથી બોલવા માંગતો. ધ્યાનથી વાંચો હું આપનાં નવાં શોની વાત કરી રહ્યો છું. જુના શોની નહીં. તમે એક સારા કોમેડિયન છો તે વાત સૌ કોઇ જાણે છે. તમારું ધ્યાન રાખજો. કિડની બે અને લીવર એક જ હોય છે. હું ફરી એક વખત મારી વાત કહેવા માંગીશ. હું જુના શોની નહીં નવા શો પર પરત ફરવાની વાત કરી રહ્યો છું. નવા શો માટે ખુબ ખુબ શુભકામનાઓ.



    કપિલે સુનીલને કહ્યો હતો જુઠ્ઠો
    સુનિલની આ ટ્વિટ વાંચીને કપિલે જવાબ આપ્યો કે, સુનીલ પાજી મે આપને 100 વખત ફોન કર્યો છે. અને બે વખત તમારા ઘરે પણ આવ્યો છું. પણ આપ ઇવેન્ટમાં વ્યસ્ત હોવાથી મને મળ્યા ન હતાં. સારુ થશે કે આપ ખોટી અફવાઓ ન ફેલાવો કે મે આપને ફોન નથી કર્યો.



    ચાહકનો ટ્વિટનાં પણ કપિલે જવાબ આપ્યાં
    કપિલ શર્માએ સુનિલની ટ્વિટનો જવાબ આપ્યા બાદ ચાહકોએ કરેલી કેટલીક ટ્વિટનાં પણ જવાબ આપ્યા હતાં જેમાં તેનું કહેવું એક જ હતું કે તેણે તો સુનીલને ફોન કર્યો હતો પણ સુનીલ જ તેને કોઇ રિસ્પોન્સ નહોતો આપતો.







    Published by:Margi Pandya
    First published:

    Tags: Kapil Sharma

    આગામી સમાચાર