Home /News /gujarat /

છોટાઉદેપુર : આદિવાસીઓના મસીહા કહેવાતા જૈન મુનિને હત્યાની ધમકી

છોટાઉદેપુર : આદિવાસીઓના મસીહા કહેવાતા જૈન મુનિને હત્યાની ધમકી

જૈન મુનિ કવાંટ તાલુકાના બળદ ગામે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે, હત્યાની ધમકીથી આદિવાસીઓ નારાજ.

જૈન મુનિ કવાંટ તાલુકાના બળદ ગામે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે, હત્યાની ધમકીથી આદિવાસીઓ નારાજ.

    છોટાઉદેપુર : જિલ્લાના કવાંટ તાલુકા (Kanvat Taluka)ના બળદ ગામ ખાતે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવતા જૈન મુનિ (Jain Muni)ને હત્યાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. જૈન મુનિના જણાવ્યા પ્રમાણે જો ધમકી આપનાર લોકો તરફથી માફી માંગી લેવામાં આવે છે તો તેઓ આ બાબતે કોઈ જ પોલીસ ફરિયાદ (Police Complaint) દાખલ કરવા માંગતા નથી.


    મળતી માહિતી પ્રમાણે હત્યાની ધમકી મળી છે તે જૈન મુનિ વ્યસન મુક્તિ માટે મોટું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ આસપાસના ગામોના લોકોને વ્યસન છોડવા માટે વિશેષ અભિયાન ચલાવે છે. જૈન મુની જે મંદિરમાં આ અભિયાન ચલાવે છે ત્યાં કેટલાક અસામાજીક તત્વોએ તેમને મંદિરમાં જતાં રોક્યા હતા.


    ભાજપ યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવાએ મંદિરના પરિસરમાં કેટલાક અસામાજિક તત્વો સાથે અડો જમાવીને જૈન મુનિને મંદિરમાં પ્રવેશ કરતા રોક્યા હતા. આ ઉપરાંત મંદિર પરિસરમાં ચાલતી ફેક્ટરીના મેનેજર આકાશ મલિકે મુનિને હત્યા કરી દેવાની આપી ધમકી હતી. જે બાદમાં કવાંટ તાલુકાના આદિવાસી સમાજમાં નારાજગી વ્યાપી છે. આ જૈન મુનિને આદિવાસીઓના મસિહા કહેવામાં આવે છે.


    આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જૈન મુનિએ જણાવ્યું હતું કે, "હું આ ક્ષેત્રમાં વ્યસન મુક્તિનું કામ કરું છું. અહીં આસપાસ નાનાં નાનાં બાળકો પણ વ્યસનના રવાડે ચડી ગયા હતા. સમજાવટ બાદ અનેક લોકોએ વ્યસન છોડી દીધું છે. પોલીસ પણ મારા અભિયાનને સંપૂર્ણ સમર્થન આપે છે. સાંજે હું મંદિર પરિસરમાં ચાલતી ફેક્ટરી પર ગયો ત્યારે ત્યાં અસામાજિક તત્વો બેઠા હતા."


    "આ સમયે મેં ફેક્ટરી માલિક આકાશ મલિકને બીજા લોકોને અહીં ન લાવવાનું કહ્યું હતું. જે બાદમાં બોલાચાલી થઈ હતી અને તેઓએ હું તેમને કહેવાવાળો કોણ છું તેમ કહ્યું હતું. જે બાદમાં તેમણે ચોકીદારને મારી હત્યા કરી નાખવાની ધમકી આપી હતી. તેઓએ ચોકીદારને કહ્યું હતું કે અમે તમારા ગુરુજીની હત્યા કરી નાખીશું. આ મામલે જે વાત કરવાથી મામલો પતિ જતો હોય તો અમે ફરિયાદ કરવાનો આગ્રહ નથી રાખતા."
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन