Home /News /gujarat /Kanpur Shootoutમાં કાવતરાની ગંધ! પોલીસ સ્ટેશનથી ફોન કરી ગામની વીજળી ડૂલ કરવામાં આવી હતી

Kanpur Shootoutમાં કાવતરાની ગંધ! પોલીસ સ્ટેશનથી ફોન કરી ગામની વીજળી ડૂલ કરવામાં આવી હતી

પોલીસકર્મીએ નામ બદલીને ફોન કર્યો અને કહ્યું, ગામમાં મોટો કાંડ થઈ ગયો છે અને વીજળી કાપી દો

પોલીસકર્મીએ નામ બદલીને ફોન કર્યો અને કહ્યું, ગામમાં મોટો કાંડ થઈ ગયો છે અને વીજળી કાપી દો

    સૌરભ મિશ્ર, કાનપુરઃ ચૌબેપુર (Chuabeypur) પોલીસ સ્ટેશનની હદના વિકરૂ ગામમાં એક સીઓ સહિત 8 પોલીસકર્મીઓની શહાદત (Kanpur Shootout)ની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. એસટીએફ (STF)ની તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે 3 જુલાઈની રાતે જ્યારે પોલીસકર્મી ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey)ની ધરપકડ કરવા માટે તેના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન કોઈએ ચૌબેપુર પોલીસ સ્ટેશનથી ફોન કરીને ગામની લાઇટ બંધ કરવા માટે કહ્યું હતું. જોકે એસટીએફ હજુ તે પોલીસકર્મીના નામનો ખુલાસો નથી કર્યો પરંતુ સૂત્રોનું માનીએ તો પોલીસકર્મીએ નામ બદલીને ફોન કર્યો હતો.

    મામલાની તપાસમાં લાગેલી STFને જાણવા મળ્યું છે કે જ્યારે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું, તે સમયે ગામમાં વીજળી નહોતી. જ્યારે શિવલી પાવરહાઉસના જૂનિયર એન્જિનિયર અને લાઇનમેનને STFએ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને પોલીસકર્મી કહ્યો હતો અને કહ્યું હતું કે ગામમાં મોટો કાંડ થઈ ગયો છે અને વીજળી કાપી દો. ત્યારબાદ પ્રાઇવેટ લાઇટમેન મોનૂએ પાવર સપ્લાય કટ કરી દીધો હતો. STFએ તે નંબર પણ લઈ લીધો છે. તપાસમાં આ નંબર ચૌબેપુર પોલીસ સ્ટેશનનો હોવાનો સામે આવ્યું છે.

    આ પણ વાંચો, કાનપુરમાં 8 પોલીસકર્મીની શહાદતના જવાબદાર વિકાસ દુબેએ 18 વર્ષ પહેલા પણ કર્યું હતું આવું દુઃસાહસ

    AK-47થી કરવામાં આવ્યું ફાયરિંગ

    બીજી તરફ, ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કરી દીધા છે, તેમાં ખુલાસો થયો છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદના બિકરુ ગામમાં બદમાશોએ ઓટોમેટિક રાઇફલોથી પોલીસ પર ફાયરિંગ કર્યું. ફોરેન્સિક ટીમના તપાસ અધિકારીએ ખુલાસો કર્યો કે રાઇફલોથી વધુ ગોળીઓ પોલીસ પાર્ટી પર છોડવામાં આવી છે.

    આ પણ વાંચો, PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી તો ટ્રમ્પે કહ્યું, Thank You My Friend
    " isDesktop="true" id="996060" >

    નોંધનીય છે કે આ ઘટના બાદ જ ન્યૂઝ18એ એ વાત પર ઈશારો કર્યો હતો કે AK-47ના ઉપયોગની વાત સામે આવી હતી. મામલામાં ડીજીપી એચસી અવસ્થીએ કહ્યું હતું કે સોફેસ્ટિકેટેડ વેપનથી ફાયર કરવાની જાણકારી મળી છે, જોકે ફોરેન્સિ ક તપાસ બાદ જ તેની પર કંઈક કહી શકાશે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन