પંજાબ નેશનલ બેંક સ્કેમ પછી હવે રોટોમેક કંપનીના માલિક પર પણ બેંકની લોન ન ચુકવવાનો આરોપ છે. સામવારે સવારે સીબીઆઈએ કંપનીના માલિક વિક્રમ કોઠારીની કાનપુરથી ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે સવારે સીબીઆઈએ 800 કરોડ રૂપિયાની લોન ન ચુકવવાના મામલે કાનપુરમાં દરોડા માર્યા હતાં. આ દરોડા બેંક ઓફ બરોડાની ફરિયાદ પછી પાડવામાં આવ્યાં હતાં.
કોઠારીએ કહ્યું હું કાનપુરમાં જ છું કાનપુરની રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી પર બેંકોએ 3000 કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરવાનો આરોપ છે. સતત આ પ્રકારની વાત કહેવામાં આવી રહી હતી કે નીરવ મોદીની જેમ વિક્મ કોઠારી પણ દેશ છોડીને ફરાર થઈ ગયા છે. પરંતુ તેમણે તે વાતનું ખંડન કર્યું હતું. બિઝનેસ ડીલના કારણે બહારના દેશમાં અવરજવર થતી રહે છે.