Home /News /gujarat /

Kangana Ranaut: શેર કર્યો ભાઇનાં લગ્નનો VIDEO, મહેંદીથી ફેરા સુધી દર્શાવી ઝલક

Kangana Ranaut: શેર કર્યો ભાઇનાં લગ્નનો VIDEO, મહેંદીથી ફેરા સુધી દર્શાવી ઝલક

(photo credit: instagram/@kanganaranaut)

વીડિયોમાં પરિવારની સાથે કંગના રનૌટ (Kangana Ranaut) ખુબજ ખુશ નજર આવે છે. આપને જણાવી દઇએ કે, કંગનાનાં ભાઇએ ઉદેપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી જ્યાં મહેમાનો માટે બોટ રાઇડિંગ અને અન્ય ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)નાં ભાઇ અક્ષત (Kangana's brother Akshat Wedding)નાં હાલમાં જ લગ્ન થયા છે ગત 10 નવેમ્બરનાં જ તે લગ્ન બંધનથી બંધાયો હતો. તે સમયે કંગનાએ તેનાં ભાઇનાં લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેનો લૂક ચર્ચામાં હતો. કંગના અને તેનાં ભાઇ ભાભીની તસવીરો ગત દિવસોમાં ચર્ચામાં રહી હતી. હવે એક્ટ્રેસે તેનાં ભાઇનાં લગ્નનો એક વીડિયો શેર કર્યો છે જે જોત જોતામાં વાયરલ થઇ રહ્યો છે.

    આ વીડિયોમાં કંગનાનો આખો પરિવાર લગ્નમાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં અક્ષતની મહેંદી સેરેમનીથી લઇ હલ્દી, જયમાલા અને સાત ફેરા સુધીની તમામની ઝલક જોવા મળે છે. કંગનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર ભાઇનાં લગ્નનો વીડિયો શેર કર્યો છે જે જોત જોતામાં વાયરલ થઇ ગયો છે. ફક્ત 1 કલાકની અંદ તેને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.




    વીડિયોમાં પરિવારની સાથે કંગના પણ ખુબજ ખુશ નજર આવે છે. કંગનાનાં ભાઇએ ઉદેપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું, જ્યાં મેહમાનો માટે બોટ રાઇડિંગ અને અન્ય ખાસ વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી.




    કોરોના સંકટની વચ્ચે કંગના રનૌટનાં ભાઇનાં લગ્નમાં તેનાં પરિવારનાં ખુબજ નિકટના લોકો શામેલ હતાં. કોરોના ગાઇડલાઇન્સ ફોલો કરતાં કંગના રનૌટે તેનાં ભાઇનાં લગ્ન કર્યા હતાં. કંગના રનૌટ (Kangana Ranaut) આ લગ્નમાં કસ્ટમમાઇઝ બાંધણી લહેંગામાં નજર આવી હતી. આ લહેંગો તૈયાર થવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો તેને ડિઝાઇનર અનુરાધા વકિલે ડિઝાઇન કર્યો છે. તેનો ભાવ આશરે 16 લાખ રૂપિયા હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Instagram video, Kangana ranaut

    આગામી સમાચાર