ન્યૂઝ18 ગુજરાતી: 'જજમેન્ટલ હૈ ક્યા'ની ગત ઇવેન્ટમાં રિપોર્ટર સાથે બદસલૂકી કરનારી કંગના પર મીડિયાએ પ્રતિબંધ લગાવી દીધો છે. અને હવે આ વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. હાલમાં જ કંગના રનૌટે તેની ફિલ્મની એક ઇવેન્ટ કેન્સલ કરવી પડી. કારણ હતું આ ઇવેન્ટમાં મીડિયા તરફથી કોઇ જ હાજર રહ્યું ન હતું.
ઇવેન્ટમાં કંગના રનૌટ અને એકતા કપૂર બંને હાજર હતાં. જોકે પત્રકારોએ કંગનાનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો હોવાથી કોઇ મીડિયા હાઉસે આ ઇવેન્ટમાં હાજર રહ્યું ન હતું. જે બાદ ઇવેન્ટમાં કોઇ મીડિયા વાળા ન પહોચ્યા તો ઇવેન્ટ કેસલ કરીને કંગના રનૌટ બીમાર હોવાનું બહાનું કાઢવામાં વ્યું છે.
આ ઘટના બાદ કંગનાના વકીલે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા તથા એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડને નોટિસ પાઠવી છે. તે સાથે જ આ નોટિસમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે એક્ટ્રેસ ઉપર થી બેન હટાવવો જોઇએ. આમ ન થયુ તો તેનાં ગંભીર પરિણામ પત્રકારોએ ભોગવવા પડશે.
આ પહેલાં જ કંગનાની બહેન રંગોલીએ તેની બહેનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, તે મીડિયા રિપોર્ટરની માફી નહીં માંગે અને તેણે મીડિયા રિપોર્ટર્સ વિશે ઘણાં એલફેલ શબ્દો પણ ઉચાર્યા હતાં.
કંગના માટે આ એક મોટી ઈવેન્ટ હતી. જોકે, જ્યારે તેને જાણ થઈ કે ઈવેન્ટમાં ફોટોગ્રાફર્સ આવ્યા નથી. તો તેને કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ ઈવેન્ટ મીડિયા કવર ના કરે તો તેને કેન્સલ કરી દેવી જોઈએ.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર