એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટરેસ કંગના રનૌટ (Kangana Ranaut)એ હાલમાં જ શાહીન બાગનાં પ્રદર્શનમાં શામેલ થનારી 90 વર્ષીય બિલકિસ બાનોની સાથે એક વૃદ્ધ મહિલાની તસવીરનું લોકાજ કર્યુ હતું. અને તેણે આ બંને દાદીને બિલકિસ બાનો ગણાવી હતી જ્યારે તેમાંથી એક બિલકિસ બાનો અને એક ભઠિંડાનાં બહાદુરગઢ જાંદિયાં ગામની રહેનારી મોહિંદર કૌર હતી.
આ પણ વાંચો- વેડિંગ રિસેપ્શનમાં ખુબ નાચ્યો આદિત્ય નારાયણ, ભારતી-હર્ષ અને ગોવિંદાએ પ્રસંગમાં કર્યું ફૂલ એન્જોય
મોહિંદરની પાસે છે 13 એકર જમીન
આ બાદ ટ્વિટર પર કંગનાએ દાવો કર્યો અને લોકોને તેને ફેક ગણાવાની શરૂ કરી છે. કંગનાથી દાદીએ માફી માંગવાં પણ કહ્યું છે. બાદમાં કંગનાએ તેની ટ્વિટ ડિલીટ કરી છે. હવે આ મામલે મોહિંદર કૌરે કંગનાને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલાં અહેવાલ મુજબ, મોહિંદર કૌરે કહ્યું કે, 'મને કોઇએ કહ્યું કે, એક્ટ્રેસે તેમનાં વિશે આવું કહ્યું છે. આ સાંભળીને તેમને ખોટું લાગ્યું હતું . તે ક્યારે મારા ઘરે નથી આવી. તેને નથી ખબર હું શું કરુ છું અને હું 100 રૂપિયાનું શું કરીશ.. હું 13 એકર જમીનની માલકિન છું.'

કંગના રનૌટે ડિલીટ કરેલી TWEET
મોહિંદરે કહ્યું કે, ખેતી ખુબજ મહેનતનું કામ છે. આ કારણે તેમણે નક્કી કર્યું છે કે, વિરોધ પ્રદ્રશનમાં શામેલ થશે. તેમણે કહ્યું કે, તેમનામાં એટલી ક્ષમતા છે કે તે દિલ્હી જઇને વિરોધ પ્રદર્શન કરી શકે છે. મોહિંદર કૌરની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. ત્રણેય દીકરીઓનાં લગ્ન થઇ ગયા છે. અને તેમનાં દીકરા વહુ અને તેમનાં બાળકોની મોહિંદર રહે છે.
Published by:Margi Pandya
First published:December 03, 2020, 13:44 pm