કંડલા પોર્ટ પર ધુળનું સામ્રાજય દૂર કરવા ખાસ પ્રોજેક્ટની શરૂઆત

Parthesh Nair | Pradesh18
Updated: April 10, 2016, 12:33 PM IST
કંડલા પોર્ટ પર ધુળનું સામ્રાજય દૂર કરવા ખાસ પ્રોજેક્ટની શરૂઆત
કચ્છમાં આવેલા દેશના નંબર વન પોર્ટ કંડલામાં લુઝ કાર્ગો હેન્ડલિંગને કારણે ધુળનું સામ્રાજય છવાયેલું રહે છે. આ કારણે પોર્ટ પર દિનભર કામ કરતા લોકોને ડસ્ટ પોલ્યુશન ભારે અસર કરી રહ્યું છે. આ સ્થિતિમાં કંડલા પોર્ટ દ્વારા ડસ્ટ કન્ટ્રોલ માટે ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

કચ્છમાં આવેલા દેશના નંબર વન પોર્ટ કંડલામાં લુઝ કાર્ગો હેન્ડલિંગને કારણે ધુળનું સામ્રાજય છવાયેલું રહે છે. આ કારણે પોર્ટ પર દિનભર કામ કરતા લોકોને ડસ્ટ પોલ્યુશન ભારે અસર કરી રહ્યું છે. આ સ્થિતિમાં કંડલા પોર્ટ દ્વારા ડસ્ટ કન્ટ્રોલ માટે ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated: April 10, 2016, 12:33 PM IST
  • Share this:
કચ્છ# કચ્છમાં આવેલા દેશના નંબર વન પોર્ટ કંડલામાં લુઝ કાર્ગો હેન્ડલિંગને કારણે ધુળનું સામ્રાજય છવાયેલું રહે છે. આ કારણે પોર્ટ પર દિનભર કામ કરતા લોકોને ડસ્ટ પોલ્યુશન ભારે અસર કરી રહ્યું છે. આ સ્થિતિમાં કંડલા પોર્ટ દ્વારા ડસ્ટ કન્ટ્રોલ માટે ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

કંડલા પોર્ટ સરકારી પોર્ટ હોવાથી અને સરકારી નિતીઓને કારણે આ પોર્ટ પર સતત લુઝ કાર્ગો હેન્ડલ થાય છે. સફાઈના ધારાધોરણ અને નિયમોની આંટીઘુંટીનો ઉપયોગ આરામથી થઈ શકતો હોવાથી આ પોર્ટ પર ધુળ અને ગંદકી કરીને પણ કાર્ગો હેન્ડલિંગ થઈ શકતું હોવાની એક છાપ પોર્ટ વપરાશકારોમાં છે. લુઝ કાર્ગો અને ખાસ કરીને કોલસાના હેન્ડલિંગને કારણે પોર્ટ પર હાલે ધુળનું સ્રામાજય છવાયેલું રહે છે.

પોર્ટ વપરાશકારો અને દિનભર કામ કરતા શ્રમિકને સૌથી વધુ અસર પડે છે. આ ડસ્ટ પોલ્યુશન કંડલા પોર્ટની શાખને પણ અસર પાડે છે. આ સ્થિતિમાં આઈઓએસ પ્રમાણ ધરાવતા આ પોર્ટે હવે ડસ્ટ કન્ટ્રોલ કરવા માટે ખાસ પ્રોજેકટ શરૂ કર્યો છે. જેને કારણે 75 ટકા ડસ્ટ કન્ટ્રોલિંગ કરી શકાશે.

દર વર્ષે ચોમાસાની સિઝન પછી આ પોર્ટ પર સફાઈ અને ખાસ કરીને કાર્ગો હેન્ડલિંગ કરી લેવાયા પછીની ગંદકીનો મુદ્દો સામે આવતો રહે છે. પોર્ટ વપરાશકારો કેટલાય લાભો મેળવીને આ ફરજિયાત સફાઈ સહિતની જવાબદારીમાંથી છટકી જાય છે પણ તેની અસર સીધી રીતે સ્વાસ્થ્ય અને શાખ પર પડી રહી છે. ડસ્ટ કન્ટ્રોલ પ્રોજેકટનો લાભ મળશે પણ પોર્ટ પર સફાઈ અને જરૂરી સુવિધાના મુદ્દે કડક હાથે કામ લેવાય તેની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.
First published: April 10, 2016, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading