Home /News /gujarat /Gujarat Election Results 2022: કુતિયાણામાં કાંધલ જ વિકલ્પ, સપાએ ખાતું ખોલાવ્યું, NCP એ ટિકિટ ન આપીને ભૂલ કરી

Gujarat Election Results 2022: કુતિયાણામાં કાંધલ જ વિકલ્પ, સપાએ ખાતું ખોલાવ્યું, NCP એ ટિકિટ ન આપીને ભૂલ કરી

Kutiyana Kandhal Jadeja: કુતિયાણા વિધાનસભા બેઠક પર એક પ્રકારે બાહુબલી કહી શકાય એવા નેતા કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ફરી જંગી બહુમતીથી જીતી ગયા છે. 

Kutiyana Kandhal Jadeja: કુતિયાણા વિધાનસભા બેઠક પર એક પ્રકારે બાહુબલી કહી શકાય એવા નેતા કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ફરી જંગી બહુમતીથી જીતી ગયા છે. 



    Gujarat Election Results: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કરેલી આગાહી સાચી પડી છે. તેમણે રોડ શો અને સભાઓ ગજવીને ગુજરાતની પ્રજાને કહ્યું હતું કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ નરેંદ્ર મોદીના પણ રેકોર્ડ તોડશે. અને આ વાત સાચી પડી રહી છે.

    પરંતુ  પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર એક પ્રકારે બાહુબલી કહી શકાય એવા નેતા કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ફરી જંગી બહુમતીથી જીતી ગયા છે.

    NCPમાંથી કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધુ હતું. કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા. કુતિયાણા બેઠક પરથી NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં કાંધલ જાડેજાએ રાજીનામું આપવા અંગે નિર્ણય લીધો હતો. કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચુક્યા છે.

    કુતિયાણા વિધાનસભા સીટ એક એવી સીટ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પંરતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. કુતિયાણા વિધાનસભા બેઠક પરના રાજકારણ, જ્ઞાત-જાતના સમીકરણ વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    કુતિયાણા વિધાનસભા બેઠક (kutiyana assembly constituency)

    વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા.

    જાતિ આધારિત મતદારોનું સમીકરણ

    કુતિયાણા વિધાનસભા બેઠક પર મહેર જ્ઞાતિ અને ત્યારબાદ કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ વધુ છે.

    ગોડમધરના પુત્ર છે કાંધલ જાડેજા

    કુતિયાણા મતવિસ્તારમાં સંતોકબેન જાડેજા અને સરમણ મુંજાના પુત્ર કાંધલ જાડેજા NCPની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. કાંધલ જાડેજા સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે.

    દેવુ અને કરશન વાઘેરે પોરબંદર શહેર પર કાળા બજાર અને ખંડણી માટે કબજો જમાવ્યો હતો, તેઓ કામદારો ઉપર ત્રાસ ગુજરતા હતા. સરમણ મુંજાએ આ વાઘેર બંધુઓનો ખાત્મો બોલાવી દીધો હતો. જેથી મેર જાતિના અનેક લોકોએ સરમણને સમર્થન અને રક્ષણ આપ્યું હતું. સરમણના નામે પણ અનેક ગુનાઓ નોંધાયા હતા. રાજકીય નેતાઓએ પણ ચૂંટણી જીતવા માટે સરમણના શરણે જવું પડતું હતું.

    દાયકા સુધી ગુનાહિત સામ્રાજ્ય બાદ સરમણે ધાર્મિક ચોલો પહેર્યા હતો. ત્યારબાદ તેણે જ કહ્યું હતું કે મેર જ્ઞાતિનો વ્યક્તિ જ તેની હત્યા કરશે. ત્યારબાદ કાળા કેશવે સરમણની હત્યા કરી દીધી હતી.

    સરમણની હત્યા બાદ તેની પત્ની સંતોકબેન જાડેજાએ તેનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ હત્યાની સીલસીલો શરૂ થયો હતો અને સરમણના 6 હત્યારાઓની હત્યા કરી દેવામાં આવી હતી. સરમણ જાડેજા અને સંતોકબેન જાડેજા પર ગોડમધર નામની ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

    ત્યારબાદ સરમણ જાડેજાનો ભાઈ ભૂરા મુંજા યુ.કેથી પરત આવી ગયો હતો અને તેણે પણ બદલો લેવાની શરૂઆત કરી હતી. સંતોકબેન જાડેજા ગુનાની દુનિયા ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને રાજકારણને સારી રીતે સમજી શકી અને તેનો તેણે અમલ પણ કર્યો હતો અને સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.

    આ લોહિયાળ લડતમાં વર્ષ 2006માં કાંધલ જાડેજાની પત્ની રેખા જાડેજાની ધોળા દિવસે રાજકોટમાં હત્યા કરી દેવામાં આવી હતી.

    સંતોકબેન જાડેજા વર્ષ 1990માં વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી જનતા દળ પક્ષમાંથી ઉભા રહ્યા હતા બહુમતીથી જીત્યા હતા. ગોડમધર સંતોકબેન સામે તેમની ગુનાખોરીને લઈને આકરી કાર્યવાહી શરૂ કરતાં તેઓ પોરબંદર છોડીને રાજકોટ આવી ગયા હતા.

    વર્ષ 1995માં સરમણ મુંજાના ભાઈ ભુરા મુંજા જાડેજાએ કુતિયાણા બેઠક જીતી હતી અને થોડા વર્ષો બાદ જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

    આ પણ વાંચો Election Result Live:  રાજકોટમાં ભગવો લહેરાયો! દક્ષિણમાં રમેશ ટીલાળાની જીત, ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી

    આ પણ વાંચો: Gujarat Election 2022: પહેલા EVM હવે AAP! કૉંગ્રેસે હારનું ઠીકરું ફોડ્યું આમ આદમી પર

    કુતિયાણા વિધાનસભા બેઠક પર ભાજપનું કદ

    1990થી 2007 સુધી ભાજપમાંથી કુતિયાણા બેઠક કરસન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરસન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાનો ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ બાબુ બોખીરીયાનું રાજકીય વર્ચસ્વ વધતા ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો.

    " isDesktop="true" id="1296962" >

    ભીમા દુલા ઓડેદરા અને બાબુ બોખીરીયા પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ચૂનાનો પથ્થર અને બોકાસાઈટ, ચોકની કિંમતી ખાણો પર કબજો જમાવી દીધો હતો. ચૂનાની ખાણ અને ચાકની ખાણનો પથ્થર સોડા એસ અને સિમેંટ બનાવવા માટે થાય છે. ખાડીના દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બોક્સાઈટનો મોટો જથ્થો નિકાસ કરવામાં આવે છે.

    કુદરતી ખનિજની ખાણ ઉપર પોરબંદરમાં ગેરકાયદે ટર્નઓવર રૂ. 180 કરોડ છે. બોખીરીયા, ભીમા દુલા ઓડેદરા અને તેનો પુત્ર લક્ષ્મણ ઓડેદરા અને પૂર્વ સાંસદ ભરત ઓડેદરા સામે અનેક આક્ષેપો મુકવામાં આવ્યા છે. પોરબંદરમાં મોટા પ્રમાણમાં, સેંકડો કરોડો રૂપિયાના ગેરકાયદે ખનન પ્રવૃત્તિના કૌભાંડ થયા હોવાની આશંકા છે.


    ગુજરાત હાઈકોર્ટે ભીમા દુલા ઓડેદારાએ 2004માં કરેલી બેવડી હત્યાના કેસમાં ગુનેગાર જાહેર કર્યો હતો અને તેને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ એક એવો કેસ છે કે જેમાં ઓડેદરાને સજા થઈ છે. જેના કારણે પોરબંદરમાં બાબુ બોખીરીયા અને કુતિયાણામાં લક્ષ્મણ ઓડેદરાની ખરાબ છાપ ઊભી થતા તેમણે વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarat Elections, ગુજરાત ચૂંટણી 2022, ગુજરાત ચૂંટણી પરિણામ

    विज्ञापन
    विज्ञापन