કામની વાત: શું સ્ત્રી અને પુરૂષ બંને હસ્ત મૈથુન કરતા હોય છે ? શું તે ખરાબ ટેવ છે ?

આ બધી ખોટી માન્યતા છે કે હસ્ત મૈથુન કરવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે, જાતીય તકલીફ થતી હોય છે.

આ બધી ખોટી માન્યતા છે કે હસ્ત મૈથુન કરવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે, જાતીય તકલીફ થતી હોય છે.

 • Share this:
  સવાલ: હસ્ત મૈથુન શું છે અને સ્ત્રી અને પુરૂષ બંને કરતા હોય છે ? શું તે ખરાબ આદત છે ?

  (સેક્સોલોજિસ્ટ, ડૉ. પારસ શાહ )

  જવાબ: હસ્ત મૈથુન એક એવી ક્રિયા છે જે પુરૂષો તેમનાં જીવનકાળમાં ઘણી વખત કરતાં હોય છે તો મોટાભાગની મહિલાઓએ તેમનાં જીવનકાળમાં એક વખત તો હસ્ત મૈથુન માણ્યું જ હોય છે.

  કેવી રીતે થાય છે હસ્ત મૈથુન- પુરૂષો ઇન્દ્રિય દ્વારા જે ક્રિયા સ્ત્રીની યોની માર્ગમાં કરે છે. તે જ ક્રિયા તે તેમનાં હાથની મુઠ્ઠીમાં કરે છે તેને હસ્ત મૈથુન કહેવાય છે. જી ના, હસ્ત મૈથુન જરાં પણ ખરાબ નથી. જે કામ સ્ત્રીની યોની માર્ગમાં કરવું ખરાબ નથી તે હાથમાં કરવાથી કેવી રીતે ખરાબ થઇ જાય. મહિલાઓ પણ તેમનાં જીવન કાળમાં હસ્ત મૈથુન માણતી જ હોય છે જે કામ પુરૂષની ઇન્દ્રી તેમનાં યોની માર્ગમાં કરે છે તે કામ તેઓ જાતે જ તેમની આંગળી દ્વારા કરે છે. આ વાત જાણવી અત્યંત જરૂરી છે કે હસ્ત મૈથુન સ્ત્રી અને પુરૂષ કોઇનાં માટે ખરાબ નથી.

  આ પણ વાંચો-#કામની વાત: વાયગ્રા કેવી રીતે કામ કરે છે ? કેટલા કલાક પહેલાં લેશો?

  આ બધી ખોટી માન્યતા છે કે હસ્ત મૈથુન કરવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે, જાતીય તકલીફ થતી હોય છે. આ માન્યતા એ હદે હોય છે કે, હસ્ત મૈથુનની ટેવથી ભવિષ્યમાં નપુસંકતા આવી જાય છે.

  જોકે આ તમામ ફક્ત ખોટી માન્યતા હોય છે. ખરેખરમાં હસ્ત મૈથુન એક સારી આદત છે. કારણ કે જ્યારે તમે એક ચોક્કસ ઊંમરમાં હોવ અને તમારી પાસે પાર્ટનર ન હોય ત્યારે જો તમે કોઇ પેઇડ સેક્સ માણો કે પછી લગ્ન પહેલાં જ કોઇપણ સાથે સેક્સ માણો છો તો તે યોગ્ય નથી. તેનાંથી તમને HIV અને એડ્સ જેવી બીમારી થઇ શકે છે. જો મહિલા હોય તો તેને ગર્ભ રહેવાની સંભાવના રહે છે. આવા સમયમાં હસ્ત મૈથુન એક સારી આદત છે. તેનાંથી કોઇજ પ્રકારનું નુક્શાન થતુ નથી.

  આ પણ વાંચો-કામની વાતઃ હાલમાં બાળક નથી જોઇતું, ગર્ભ ના રહે તે માટે કઇ ગોળી લેવી?

  હસ્ત મૈથુન એક ખરાબ આદત છે આ એક કૂટેવ છે જો એવો ભ્રમ તમારા મનમાં હોય તો તમે પણ તે કાઢી નાખજો. કારણ કે જો એવું હોત તો ભારત દેશની વસ્તી 120 કરોડને પાર પહોંચી જ ન હોત.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:user_1
  First published: