Home /News /gujarat /

18 વર્ષ પહેલા કરતો હતો બાળ મજૂરી, હવે રેપ પીડિતાને અપાવી રહ્યો છે ન્યાય

18 વર્ષ પહેલા કરતો હતો બાળ મજૂરી, હવે રેપ પીડિતાને અપાવી રહ્યો છે ન્યાય

18 વર્ષ પહેલા કરતો હતો બાળ મજૂરી, હવે રેપ પીડિતાને અપાવી રહ્યો છે ન્યાય

મજૂરીનું કામ કરનાર પાંચ વર્ષના અમર લાલને 18 વર્ષ પહેલા નોબેલ પુરુસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની સંસ્થા બચપન બચાવો આંદોલને બચાવ્યો હતો

    મજૂરીનું કામ કરનાર પાંચ વર્ષના અમર લાલને 18 વર્ષ પહેલા નોબેલ પુરુસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની સંસ્થા બચપન બચાવો આંદોલને બચાવ્યો હતો. જે સમયે અમર લાલને સંસ્થાએ બચાવ્યો હતો તે સમયે તે ટેલિફોન થાંભલાને ઠીક કરવાનું કામ કરી રહ્યો હતો. અમર લાલે બાળ આશ્રમમાં રહીને અભ્યાસ કર્યો હતો અને હવે વકીલ બનીને રેપ પીડિતોની અવાજ બની રહ્યો છે.

    અમર લાલ કહે છે કે જ્યારે ભાઈ સાહેબે (કૈલાશ સત્યાર્થી) મને જોયો ત્યારે હું એક ટેલિફોનના થાંભલા પર કામ કરી રહ્યો હતો. તે સમયે મારી ઉંમર પાંચ વર્ષની હતી. કામ દરમિયાન બચપન બચાવો આંદોલન સાથે જોડાયેલ લોકો પહોંચ્યા હતા અને મને પોતાની સાથે લઈ ગયા હતા. તે દિવસથી મારું જીવન બદલાઇ ગયું હતું. હવે હું વકીલ બનીને સમાજની સેવામાં પોતાના યોગદાન આપવા માંગું છું. જે બાળકોનું જીવન અત્યાર સુધી કૈલાશ સત્યાર્થીએ સુધાર્યું છે તે બધા તેમને પ્રેમથી ભાઈ સાહેબ કરીને બોલાવે છે.

    કૈલાશ સત્યાર્થીએ અમર લાલનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું હતું કે આજે મારો પુત્ર અમર લાલ એક 17 વર્ષની રેપ સર્વાઇવર માટે કોર્ટમાં ઉભો છે. આ યુવા વકીલના માતા-પિતાના રુપમાં આ અમારા માટે ગર્વની ક્ષણ છે. જેને અમે 5 વર્ષની ઉંમરમાં બાળ મજૂરીથી બચાવ્યો હતો. પોતાના અભ્યાસ પુરો થયો ત્યાં સુધી અમર લાલ આશ્રમમાં રહ્યો હતો.



    અમરે કહ્યું હતું કે અમારા પરિવારમાં હું પ્રથમ સભ્ય છું જેણે અભ્યાસ કર્યો છે અને અહીં સુધીની સફર કરી છે. અમે વણઝારા સમુદાયમાંથી આવીએ છીએ. હંમેશા એક સ્થાનથી બીજા સ્થાને મુસાફરી કરવાના કારણે અમને ક્યારેય સ્કૂલ જવાની તક મળતી નથી. અમરે કહ્યું હતું કે હું રેપ પીડિતાને ન્યાય અપાવવા માટે લડવા માંગીશ
    Published by:Ashish Goyal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन