Home /News /gujarat /કડોદરા પોલીસે રૂ.9 લાખ સાથે 6 મહિલાઓની અટકાયત કરી, કારનામા જાણી પોલીસ પણ ચોંકી ગઇ

કડોદરા પોલીસે રૂ.9 લાખ સાથે 6 મહિલાઓની અટકાયત કરી, કારનામા જાણી પોલીસ પણ ચોંકી ગઇ

પોલીસે ઝડપેલ આ છ જેટલી મહિલાઓ નાના બાળકોનું ઓથું લઈને નાની-મોટી દુકાનોને નિશાન બનાવતી હતી.

આ મહિલાઓ વિરૂદ્ધ સુરત જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, જુનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં આ જ પ્રકારની તરકીબથી ચોરી કરતા અનેક ગુનાઓ નોંધાય હોવાનું બહાર આવ્યું છે.

    કેતન પટેલ, બારડોલી: સુરત જિલ્લાના કડોદરા પોલીસે કડોદરા નુરી મીડિયા નજીકથી કંજર ગેંગની 6 મહિલાઓની અટકાયત કરી હતી. ખાવાનું અને ભીખ માંગવાના બહાને બંને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવી લાખોને ચોરી કરી ફરાર થઈ જતી હતા. બારડોલી નગરમાં આ જ રીતે રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની દુકાનમાં મની ટ્રાન્સફર દુકાન ચલાવતા દુકાનદારની નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેગ લઈને આ મહિલાઓ ભાગી છૂટી હતી.



    ગરીબ અને ભોળી દેખાતી આ 6 મહિલાઓ આજીવિકા માટે પેટિયું રળતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. પરંતુ આ મહિલાઓ જેઓ દુકાનોમાં દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરવામાં માહિર છે. 6 જેટલી મહિલાઓ સુરત જિલ્લાના બારડોલી ખાતે સૌ પ્રથમ રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની મની ટ્રાન્સફરની દુકાને નિશાન બનાવી હતી. અને બાળકો માટે જમવાનું માગીને દુકાનદારની નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને ભાગી છુટી હતી. જેથી બારડોલી પોલીસ હરકતમાં આવી હતી અને આ મહિલાઓ કડોદરા તરફ ભાગી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી બારડોલી પોલીસે કડોદરા પોલીસની મદદ લીધી હતી. અને બારડોલી પોલીસ અને કડોદરાથી કડોદરા નૂરી મીડિયા નજીકથી નાના બાળકો સાથે આ 6 મહિલાઓની પોલીસ અટકાયત કરી લીધી હતી.

    આ પણ વાંચો: ધોળા દિવસે સોનાની દુકાનમાં ઘૂસીને માથામાં બંદૂક મારી લૂંટનો પ્રયાસ, CCTV

    કડોદરા પોલીસે 6 જેટલી મહિલાઓની અટકાયત કરતા તેઓએ ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. છ મહિલાઓ પૈકી સુનીતા ઉર્ફે મમતા પરમાર મુખ્ય સૂત્રધાર છે. જેની વિરૂદ્ધ સુરત જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, જુનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં આ જ પ્રકારની તરકીબથી ચોરી કરતા અનેક ગુનાઓ નોંધાય હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મિત્તલ ઉર્ફે નીતા પવાર, સપના આર્યન પવાર સહિતની તમામ મહિલાઓ સામે પણ વલસાડ, ખેડા અને ભરૂચ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યાનો પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે.

    પોલીસે ઝડપેલ આ છ જેટલી મહિલાઓ નાના બાળકોનું ઓથું લઈને નાની-મોટી દુકાનોને નિશાન બનાવે છે. અને તેઓ પોતે કંજર ગેંગથી ઓળખાતી આવી છે. હાલ કડોદરા પોલીસે આ મહિલાઓની અટકાયત કરીને બારડોલીના મની ટ્રાન્સફરની દુકાનમાંથી ચોરીનો પણ ભેદ ઉકેલી કાઢ્યો છે. અને સાથે જ નવ લાખ રૂપિયા પણ કબજે લીધા છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Bardoli, Crime news, Surat Kadodara SG Jewellers loot

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો