400 રુમના મહેલમાં શાહી અંદાજમાં રહે છે જ્યોતિરાદિત્ય, કિંમત છે લગભગ 4000 કરોડ રુપિયા

આ મહેલ લગભગ 150 વર્ષ જૂનો છે, ગ્વાલિયરમાં આવેલ તેમનો જયવિલાસ મહેલ કળા અને સ્થાપત્ય પ્રમાણે ઘણો ભવ્ય છે

આ મહેલ લગભગ 150 વર્ષ જૂનો છે, ગ્વાલિયરમાં આવેલ તેમનો જયવિલાસ મહેલ કળા અને સ્થાપત્ય પ્રમાણે ઘણો ભવ્ય છે

 • Share this:
  જ્યોતિરાદિત્ય સિંધિયા હાલ મધ્ય પ્રદેશની રાજનીતિનું કેન્દ્રબિંદુ છે. તેમનો પરિવાર દશકોથી રાજ્ય અને દેશની રાજનીતિમાં સક્રિય રહ્યો છે. જ્યોતિરાદિત્ય ફક્ત સિંધિયા રાજપરિવારના ઉત્તરાધિકારી જ નથી પણ તેવા જ પ્રકારની શાહી જિંદગી પણ જીવે છે. જે મહેલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા રહે છે તેવી ખાસિયત વાળા ઘરમાં ભાગ્યે જ કોઈ બીજા રાજનેતા રહેતા હશે. ગ્વાલિયરમાં આવેલ તેમનો જયવિલાસ મહેલ કળા અને સ્થાપત્ય પ્રમાણે ઘણો ભવ્ય છે. ગ્વાલિયરમાં ટૂરિસ્ટ પ્લેસનું નામ સર્ચ કરવા પર સિંધિયાનો મહેલ ટોપ લિસ્ટમાં આવે છે. 400 રુમ વાળો આ મહેલ લગભગ 150 વર્ષ જૂનો છે. આ મહેલની વર્તમાન કિંમત લગભગ 4 હજાર કરોડ રુપિયાની આસપાસ છે.


  આ મહેલના એક ભાગમાં મ્યૂઝીયમ પણ છે, જે સિંધિયા રાજવંશના ઇતિહાસ વિશે જાણકારી આપે છે. સાથે અંદર એક ફાઇવ સ્ટાર હોટલ પણ છે જેને ઉષા કિરણ પેલેસના નામથી ઓળખાય છે. જ્યોતિરાધિત્ય સિંધિયાના આ મહેલમાં માધવરાય સિંધિયા વિશે જાણકારી આપતો એક મોટો રુમ પણ છે. આ મહેલને મરાઠા શાસક અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પૂર્વજ મહારાજા જયા જી રાવ સિંધિયાએ લગભગ 150 વર્ષ પહેલા બનાવ્યો હતો.


  આ મહેલ યૂરોપિય આર્કિટેક્ચરનો શાનદાર નમૂનો છે. આ મહેલને બ્રિટિશ આર્કિટેક્ટ સર માઇકલ ફિલોસે ડિઝાઈન કર્યો હતો. તે સમયે મહેલને બનાવવામાં લગભગ 1 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. આ મહેલના મ્યૂઝિયમમાં ઘણા ડ્રોઇંગ રુમ, બેડ રુમ અને કિચનને પર્યટકો માટે સજાવીને રાખ્યા છે.


  મહેલના ઘણા રુમને દર્શકોને જોવા માટે મ્યૂઝિયમમાં ફેરવી દેવામાં આવ્યા છે.


  ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ગત વર્ષે એ વાતને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી કે સિંધિયા જિલ્લાના અધિકારીઓની બેઠક પોતાના ઘરે જ કરે છે. તે સમયે પણ સિંધિયાનો વિલાસ પેલેસ નેશનલ મીડિયામાં ચર્ચામાં આવ્યો હતો.
  Published by:user_1
  First published: