આદિવાસી જીવનની કળાઓ કેમરે કંડારનાર કલાકાર જ્યોતિ ભટ્ટને પદ્મ શ્રી

જ્યોતિ ભટ્ટની ફાઇલ તસવીર

પદ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતના 'નવ રત્ન'નોમાં ચિત્રકળા માટે ચિત્રકળાને એવોર્ડ આપવામાં આવ્યો છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં ગુજરાતના 'નવ રત્નો'ને જુદા જુદા ક્ષેત્રોમાં તેણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે.
  જાણીતા ચિત્રકાર જ્યોતી ભટ્ટને ચિત્રકળા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે ત્યારે જાણો કોણ છે, ગુજરાતી કલાકાર પ્રો. જ્યોતી ભટ્ટ.

  જ્યોતિ ભટ્ટનો જન્મ વર્ષ 1934માં ભાવનગરમાં 12મી માર્ચે થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી પેઇન્ટિંગ અને પ્રિન્ટમેકિંગની ડિગ્રી મેળવ્યા બાદ જ્યોતિ ભટ્ટે વનસ્થલી વિદ્યાપીઠ રાજસ્થાન ઉપરાંત ઈટલી, યુકે, અને યુએસની વિવિધ સંસ્થાઓમાંથી મ્યૂરલ, ફ્રેસ્કો, અને પ્રિન્ટમેકિંગની વિવિધ તકનિકો શીખી હતી.  ગ્રામિણ અને આદિવાસી જીવનને કેમેરે કંડારી અને તેમને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં તેમનું મહત્ત્તપૂર્ણ યોગદાન હતું. તેઓ 70ના દાયકામાં લુપ્ત થતી જતી કળાઓના ડૉક્યુમેન્ટેશનમાં જોતરાયા હતા. તેમણે દેશના આદિવાસી વિસ્તારોને ખુંદીને આદિવાસીઓના ઘરોમાં જઈને તેમણે લુપ્ત થતી જતી કળાઓનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું.

  આ પણ વાંચો: પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનારા 'નવરત્ન' ગુજરાતીઓ!

  વર્ષ 1967માં ભારતીય વિદ્યાભવન મુંબઈ દ્વારા જ્યોતિ ભટ્ટને ગુજરાતના લોકજીવનનું ડોક્યુમેન્ટેશન કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં તેમણે ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ફરી અને કચ્છની કળાઓથી લઈને બાંધણી સુધી અને શરીરના છૂંદણાઓથી લઈને વિવિધ હસ્તકળાઓની ફોટોગ્રાફી કરી હતી. પ્રો ભટ્ટના અત્યાર સુધીમાં દેશ વિદેશમાં 50થી વધુ પ્રદર્શનો યોજાયા છે અને તેમને અનેક એવોર્ડસથી સન્માનીત કરવામાં આવ્યા છે.

  જાણો કોણ છે, પહ્મ ભૂષણથી સન્માનિત ગુજરાતી મૂળના આફ્રિકાના મિનિસ્ટર પ્રવિણ ગોરધન
  Published by:Jay Mishra
  First published: