રાજ્યપાલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથને શપથ ગ્રહણ કરાવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથને શપથ ગ્રહણ કરાવ્યા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશોની હાજરીમાં મુખ્ય ન્યાયાધીશે લીધા શપથ

 • Share this:
  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવર્ત (Acharya Devvrat)એ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) વિક્રમ નાથ (Vikram Nath)ને શપથ ગ્રહણ કરાવ્યા. મુખ્ય ન્યાયાધીશની રાજભવન ખાતે યોજાયેલી શપથવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)સહિતના મંત્રીમંડળના સભ્યો ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ (Supreme Court)ન્યાયાધીશ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  શપથ ગ્રહણની સાથે ન્યાયાધીશ વિક્રમનાથ આજથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથે 1986માં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને 1987માં તેમણે અલહાબાદ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ 2004માં અલાહાબાદ હાઇકોર્ટના એક એડિશનલ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. 2006માં અલહાબાદ હાઇકોર્ટના સ્થાયી ન્યાયાધીશ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

  નોંધનીય છે કે, કોલેજિયમે 22 ઑગસ્ટે ન્યાયાધીશ વિક્રમનાથને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીક નિયુક્ત કરવાની રજૂઆત કરી હતી. કોલેજિયમે પ્રસ્તાવ આપ્યો હતો કે, ન્યાયમૂર્તિ નાથને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના પ્રથમ ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે. જો કે, 22 ઓગસ્ટના રોજ કોલેજિયમે પ્રસ્તાવમાં સામે આવ્યું હતું. કેન્દ્ર દ્વારા ફાઇલ પરત મોકલવામાં આવી અને કોલિજિયમને આ પ્રસ્તાવ પર ફરીવાર વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે, ત્યારબાદ કોલેજિયમે ત્યારે પ્રસ્તાવ આપ્યો કે, ન્યાયમૂર્તિ નાથને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે નિમણૂક કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: