રાજકોટ: બસ એક ફોન કરો, તમારા ઘરે આવીને વૃક્ષ વાવી જશે

News18 Gujarati
Updated: June 5, 2019, 12:58 PM IST
રાજકોટ: બસ એક ફોન કરો, તમારા ઘરે આવીને વૃક્ષ વાવી જશે
વિજય ડોબરિયાએ અત્યાર સુધીમાં 2.62 લાખ વૃક્ષો વાવ્યા છે

હેલ્પલાઇન નબંર 6354802849 પર ફોન કરો એટલે સ્વંયસેવકો ઘરે આવી પિંજરા સાથે વૃક્ષ વાવી જશે.

  • Share this:
રાજકોટ: જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય અને તમે રાજકોટ શહેરને હરીયાળુ બનાવવામાં તમારુ યોગદાન પણ આપવા માંગત હોય તો તમે પણ આ કામ સરળતાથી કરી શકો છે. તમારે ફક્ત એક ફોન કરવાને રહેશે એટલે સ્વંયસેવકો તમારા ઘર આંગણે તમને મન ગમતુ વૃક્ષ વાવી જશે. એટલું નહીં પણ વૃક્ષનાં રક્ષણ માટે લોખંડનું એક પિંજરુ પણ આપશે. આ પિંજરાની ફરતે એક ગ્રીન નેટ પણ બાંધશે. આ તમામ સેવા મફત છે. તમારે બસ આ વૃક્ષ વાવ્યા પછી તેને પાણી જ પાવાનું રહેશે.

રાજકોટ શહેરને ગ્રીન બનાવવા માટે અભિયાન કરી રહેલા વિજય ડોબરિયા આ પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ સદભાવના આશ્રમ ચલાવે છે અને રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં 60 ગામોને હરિયાળુ બનાવવામાં તેમણે દિવસ-રાત એક કર્યા છે. છેલ્લા ચાર વર્ષંમાં પડધરી તાલુકાનાં ગામોમાં 2.62 લાખ વૃક્ષો તેમણે વાવ્યા છે અને આ મહાયજ્ઞ ચાલુ જ છે.

વિજય ડોબરિયાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “રાજકોટ શહેરમાં હરીયાળી વધે એ માટે એક પ્રવૃતિ હાથ પર લીધી છે. શહેરમાં રહેતા ઘણા લોકોને સમયનો અભાવ હોય અથવા તો વૃક્ષના રોપા ક્યાંથી મળે એ બધી બાબતો વિશે કદાય સામાન્ય માણસને ખ્યાલ ન પણ હોય. તો અમે એક અભિયાન હાથ પર લીધુ છે. જેમાં કોઇ વ્યક્તિ અમારી હેલ્પલાઇન નંબર 6354802849 પર ફોન કરવાનો રહેશે. જે કોઇપણ આ નબંર પર ફોન કરશે તેમના ઘરે અમારા સ્વંયસેવકો જશે અને તે વ્યક્તિને ગમતુ વૃક્ષ વાવી દેશે. અમે ખાડો ખોદી, ખાતર નાંખી અને વૃક્ષ વાવીએ છીએ અને પિંજરા સાથે તેને ગોઠવી દઇએ દીએ.”

વિજય ડોબરિયા બિઝનેસમેન છે અને રાજકોટમાં રહે છે. તેમનુ વતન પડધરી તાલુકાનું ફતેપુર ગામ છે. 2014ના વર્ષમાં પર્યાવરણ દિવસ (જૂન 5)ના રોજ તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો કે, તેમના વતન પડધરી તાલુકાને સુક્કાભઠ્ઠ વિસ્તારમાંથી વૃક્ષો વાવીને હરિયાળો બનાવી દેવો છે. બસ, આ દિવસ પછી તેમણે પાછી પાની કરી નથી અને દિવસ-રાત વૃક્ષો વાવવા અને તેની માવજત કરવામાં જ સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધુ છે. 2014માં 5મી જૂનથી શરૂ કરેલી આ યાત્રા હજુ અવિરત શરૂ જ છે અને આજદિન સુંધીમાં 2.62 લાખ વૃક્ષો વાવી ચૂક્યા છે. આ પ્રવૃતિ તેઓ માનવ સેવા ટ્રસ્ટના નેતા હેઠળ કરે છે.

તેમણે જણાવ્યું કે, રાજકોટમાં આ વર્ષે 10,000 લોકોએ આ નબંર પર ફોન કરી તેમના ઘરે વૃક્ષો વાવી જવા માટે વિનંતી કરી છે. ગયા વર્ષે આ 20,000 લોકોએ આ નબંર પર ફોન કર્યા હતા અને અમે તે તમામનાં ઘરે જઇ વૃક્ષો વાવ્યા હતા.
First published: June 5, 2019, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading