Home /News /gujarat /Junior Clerk Paper Leak: પેપર લીક પર કોંગ્રેસે કહ્યું- 'સરકારે કડક પગલા ભરવાની જરુર, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી'

Junior Clerk Paper Leak: પેપર લીક પર કોંગ્રેસે કહ્યું- 'સરકારે કડક પગલા ભરવાની જરુર, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી'

પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ

Junior Clerk Paper Leak In Gujarat: ગુજરાતમાં ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બની છે. આ વખતે પંચાયત સેવાની વર્ગ-3ની પરીક્ષાનું પેપર ફૂટવાથી 9,53,723 ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસે આ મામલે સરકારની ઢીલી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ફરી એકવાર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બની છે. આ વખતો પંચાયત સેવાની વર્ગ-3ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે જે ભરતી પરીક્ષા આજે યોજાવાની હતી તેને પેપર ફૂટવાના કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 1181 જગ્યઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હતી અને તેના માટે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેસવાના હતા પરંતુ તેઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલા જ પરીક્ષા રદ્દ થઈ ગઈ છે.

9,53,723 ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે અરજી કરી હતી, પરંતુ હવે તેઓ આજે પરીક્ષા આપી શકશે નહીં. આ મુદ્દે કોંગ્રેસે ફરી એકવાર પરીક્ષા માટે હાથ ધરવામાં આવતી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પેપર ફૂટવાની ઘટનાને યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યા જેવી ગણાવી છે.

આ પણ વાંચોઃ જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ

તેમણે કહ્યું કે, "સરકારે હવે આ પ્રકારની બાબતોને સમજવાનો અને સુધરવાનો સમય આવી ગયો છે. હવે સરકારે કેટલી ભરતીઓ કરી તેના બદલે ભ્રષ્ટાચાર અને પેપર ફૂટવાની ઘટના વગર કેટલી પરીક્ષા યોજી તેનું લિસ્ટ બનાવવું જોઈએ, કારણે આ લિસ્ટ બહુ નાનુ બનશે. પરીક્ષામાં ગેરરીતિ, પેપર ફૂટવા, મેરિટમાં ગોલમાલએ ભાજપ સરકારની ઓળખ થઈ ગઈ છે. હું ન્યૂઝ-18ના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે હવે અટકવાની જરુર છે. મહેનત કરીને પરીક્ષા આપી રહેલા ."

યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી


કોંગ્રેસના પ્રવક્ત મનિષ દોશીએ જણાવ્યું કે, "આ દિશામાં સાચી રીતે તપાસ થવી જોઈએ. બાકી મંત્રી આવીને કહી દે કે આ કૃત્ય કરનારાને નહીં છોડાય, તેના કરતા આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા એકાદાને પકડી લેવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવી શકાશે."

તેમણે કહ્યું કે, "ભૂતકાળમાં એવું બન્યું છે કે- આવા કેસમાં મોટા માથાના બદલે નાના-નાના માથાને પકડીને પૂરી દેવામાં આવે છે અને પછી વાતને ભૂલાવી દેવામાં આવે છે. જો આ પેપર ફોડનારી પેનલ અને ચેનલ છે તેમને પૂરી દેવામાં આવે અને સાચા અર્થમાં સજા થાય તો જ આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવી શકાશે."



હવે આગામી સમયમાં પુનઃ પરીક્ષાના આયોજન અંગે તારીખ નક્કી કરવામાં આવશે અને બીજી તરફ આ પેપર ફોડવાનું કૃત્ય આચરનાર સામે કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. સરકાર પણ ટૂંક સમયમાં આ મુદ્દે પોતાની વાત રજૂ કરી શકે છે.
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Paper leak, પેપર લીક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો