Home /News /gujarat /Junior Clerk Paper Leak: પેપર લીક કેસમાં ATSએ 15 આરોપીઓની અટકાયત કરી, મુખ્ય સૂત્રધાર પકડાયો

Junior Clerk Paper Leak: પેપર લીક કેસમાં ATSએ 15 આરોપીઓની અટકાયત કરી, મુખ્ય સૂત્રધાર પકડાયો

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક

Gujarat Paper Leak: ગુજરાતમાં ફરી એકવાર પેપર લીકની ઘટના બની છે. આ કેસમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત બહાર પેપર ફૂટવાની ઘટના બની છે જેમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પેપર લીક કેસના તાર ગુજરાત બહાર સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. આંધ્રપ્રદેશથી પેપર લાવીને વડોદરામાં વેચવામાં આવે તે પહેલા જ ATSએ ભાંડો ફોડી નાખ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: જે જુનિયર ક્લાર્કની 9 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવના હતા તે પેપર ફૂટવાના કારણે રદ્દ થઈ છે. હવે આ કેસમાં એક મોટા સમાચાર આવ્યા છે કે પેપર ફોડવામાં સંડોવાયેલા 15 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા 15 લાકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પેપર લીકના કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ કેસના તાર ગુજરાત બહાર સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. પેપર ખરીદ-વેચાણનો વેપલો થાય તે પહેલા જ મોટો ભાંડો ફૂટી ગયો છે.

ગુજરાતમાં પેપર લીકની ઘટના બની છે જેના તાર ગુજરાત બહાર જોડાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરા એક્ઝામિનેશન સેન્ટર પર પેપર ખરીદવા માટે લોકોને એકઠા કરવામાં આવ્યા હતા. જોકે, પેપરની વહેંચણી કરવામાં આવે તે પહેલા જ ATSની ટીમે દરોડા પાડ્યા હતા. આ કેસમાં આંધ્રપ્રદેશ અને ઓડિશા સાથે પેપર ફૂટવાના તાર સંકળાયેલા છે.

આ પણ વાંચોઃ પેપર લીકઃ 'સરકાર કડક પગલા ભરે, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી'

રાજ્ય બહાર જોડાયેલા છે પેપર લીકના તાર


આંધ્રપ્રદેશથી જુનિયર ક્લાર્કનું પેપર લાવવામાં આવ્યું હતું અને તેને વેચવા માટે ખરીદનારા પણ ઉપસ્થિત હતા ત્યારે ATS દ્વારા કાર્યવાહી કરીને 15 લોકોને પકડી પાડવામાં આવ્યા છે.

જે 15 લોકોને પેપર ફોડવાના કેસમાં પકડવામાં આવ્યા છે જેમાં ઓડિશાનો પેપર ફૂટવાના કાંડવામાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર નાયક પણ એટીએસના સકંજામાં આવ્યો છે. હવે આ નાયકની ઉપર કોનો દોરી સંચાર છે તેની વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

પકડાયેલા 15 આરોપીઓમાં કેતન બારોટ નામનો આરોપી પણ છે જે અગાઉ પરીક્ષાના પેપર લીક કરવાના કેસમાં આરોપી રહી ચૂક્યો છે.


9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફર્યું


ગુજરાતમાં આજે રદ્દ થયેલા જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વિવિધ સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા કે જઈ રહ્યા હતા ત્યારે તેમને પેપર ફૂટવાના સમાચાર મળ્યા છે. આ કારણે રાજ્યભરમાં ઉમેદવારો હોબાળો કરી રહ્યા છે
First published:

Tags: Ahmedabad news, Gujarat ATS, Gujarati news, Paper leak, Top news, Vadodara Top News, ગુજરાતી સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો