Home /News /gujarat /જૂનાગઢ : પિંજારા ફળિયામાં યુવકની હત્યા, 'અશરફ એન્ટિકે' પુત્રને મારી નખાવ્યાનો આક્ષેપ

જૂનાગઢ : પિંજારા ફળિયામાં યુવકની હત્યા, 'અશરફ એન્ટિકે' પુત્રને મારી નખાવ્યાનો આક્ષેપ

જૂનાગઢના અરબાઝ નામના યુવકની અદાવતમાં હત્યા પરિવારે કર્યા ગંભીર આરોપો

Junagadh Murder: જૂનાગઢમાં અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે નોંધાવી ફરિયાદ

અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ : જૂનાગઢમાં (Junagadh) જાણે કે કાયદાનું (Law and Order) સાશન ન હોય તેવી સ્થિતિ ઉદભવી છે. અસામાજિક તત્વોને પોલીસનો (Junagadh Police) ડર રહ્યો નથી અને બેફામ બન્યા છે. શહેરના પિંજારા ફળિયા વિસ્તારમાં મારામારીમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવકના પરિવારે 'અશરફ એન્ટિક' નામના વ્યક્તિ પર હત્યાનો (Murder of Arbaz gadar) આરોપ મૂક્યો છે. મૃતકના પિતાએ હત્યા બાદ ત્રણ શખ્સો સામે અદાવતમાં હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આમ જૂનાગઢમાં સરાજાહેર એક વ્યક્તિની હત્યા થઈ જતા આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ પ્રસરાઈ ગયો છે.

બનાવની વિગતો એવી છે કે જૂનાગઢ શહેરના પિંજારા ફળિયા વિસ્તારમાં ગત રાત્રીના સમયે પાંચ ઇસમો એ અરબાઝ ગડર નામના યુવરૉક ઉપર હુમલો કરતા યુવકને સારવાર અર્થે રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અરબાઝનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : જૂનાગઢ : જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, BJPના કોર્પોરેટર સહિત આઠ જુગાર રમતા ઝડપાયા

આ સમગ્ર ઘટનાનો વિશે પરિવાર દ્વારા ત્રણ શખ્સો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના કાકાના છોકરાના લગ્ન 'અશરફ એન્ટિક'ની છોકરી સાથે થયા હતા અને બાદમાં છુટાછેડા થઇ ગયા છે ત્યારે આ બાબત ખાર રાખી અનેકવાર અરબાજ ઉપર હુમલા થઈ ચૂક્યા છે અને તેનું કારણ અશરફ એન્ટિક નામના વ્યક્તિએ સોપારી દઈને અરબાઝ ને પતાવી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સુરત : ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે 26 ગોળીઓ ગટગટાવી

મૃતકના પિતા દ્વારા આ મામલે પોલીસ મથકમાં અસ્પાક શાહ, તીનુદો અને અજાણ્યા ત્રણ ઈસમો દ્વારા આ યુવકની હત્યા કરવામાં આવી છે તેમાં સામે ફરિયાદ નોંધાવાઈ રહી છે હાલ તો મૃતકના પિતા આરીફ ભાઈ ગડરએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોસ્ટમોર્ટમ વિભાગમાં લોકોના ટોળા ઉમટ્યા

દરમિયાન મૃતક અરબાઝનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં લોકોના ટોળા ઉમટ્યા હતા. પોતાના વિસ્તારના યુવકની હત્યાના પગલે પરિવારજનો સાથે આસપાસના રહીશો પણ ધસી આવ્યા હતા. લોકોએ મૃતકના પિતાએ પુત્રની હત્યા સોપારી આપી અને કરાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે તો હવે જોવું જ રહ્યું પરંતુ જૂનાગઢ શહેરમાં આ હત્યાના પગલે ચકચાર મચી ગઈ છે.
First published:

Tags: Junagadh news, ગુનો, જૂનાગઢ, હત્યા

विज्ञापन