Home /News /gujarat /જૂનાગઢ : 'રબારી, ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું,' આપઘાતની કરૂણ ઘટના

જૂનાગઢ : 'રબારી, ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું,' આપઘાતની કરૂણ ઘટના

કરસન ભાઈના મૃતદેહ સાથે મળી આવેલી સુસાઇડ નોટમાં સમાજ માટે જિંદગી હોમી હોવાનો ઉલ્લેખ જોકે પોલીસ દ્વારા પુષ્ટી નહીં

Keshod Rabari veran Suicide : કેશોદ ખાતે પાણી પુરવઠાની ઓફીસમાં (WaterWorks) પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કરસનભાઈ ચાવડાની (Karsan chavda) આજરોજ પાણી પુરવઠા ની ઓફીસ ની અગાસી ઉપર તેમની લાશ મળેલ હતી

Keshod Rabari veran Suicide  અતુલ વ્યાસ, જૂનાગઢ : 'મારા ઘરના અને ઓફીસ વાળા ને હેરાન ન કરતા, રબારી,ભરવાડ અને ચારણ સમાજ ને અને તેના વિધાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું' હચમચાવી નાખતી અંતિમ ચિઠ્ઠી લખી અને કેશોદમાં રબારી સમાજના એક સરકારી ઓફિસના ચોકીદાર કરસભાઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આજરોજ કેશોદ (Keshod) ખાતે એક આત્મહત્યા (Suicide)નો બનાવ બનવા પામેલ છે. કેશોદ ખાતે પાણી પુરવઠાની (Water Works Office)  ઓફીસમાં પટ્ટાવાળા (Peon) તરીકે ફરજ બજાવતા કરસનભાઈ ચાવડાની આજરોજ પાણી પુરવઠાની ઓફીસ ની અગાસી ઉપર તેમની લાશ મળેલ હતી,અને ઘટના સ્થળે થી સુસાઇડ નોટ પણ મળેલ હતી. કરસન ભાઈ નારણ ભાઈ ચાવડા ગામ-હુસેનાબાદ, તારીખ 28 ના રોજ ઘરેથી નીકળેલ હતા,ત્યારબાદ તેઓ ઘરે ન આવતા તેમના કુટુંબીજનો એ શોધખોળ ચાલુ કરેલ હતી.

ત્યારબાદ આજરોજ રજાઓ બાદ પાણી પુરવઠા ઓફિસવાળા એ ઓફીસ ખોલતા તેઓને અતિ દુર્ગંધ આવી હતી. તપાસ કરતા કચેરી માં છત માં લટકાયેલ કોહવાયેલ હાલતમાં કરશનભાઇની લાશ મળેલ હતી અને સાથે સુસાઇડ નોટ મળેલ હતી.

'રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું'

ઘટના ની જાણ કરતા કેશોદ પોલીસ બનાવ સ્થળે પહોંચી અને કાર્યવાહી કરવામાં આવી હતી. લાશ કોહવાઈ ગયેલ હોવાથી પોસ્ટમોર્ટમ માટે જામનગર હોસ્પિટલમાં મોકલી હતી. દરમિયાન તારીખ 28/8/21 ની સુસાઇડ નોટમાં લખેલ છે કે 'મારા ઘરના અને ઓફીસ વાળા ને હેરાન ન કરતા
રબારી,ભરવાડ અને ચારણ સમાજ ને અને તેના વિધાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું' ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગીર બરડા અને આલેચ ના રબારી ભરવાડ અને ચારણ સમાજ ને અનુસુચિત જનજાતિ ના પ્રશ્ને અન્યાય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :  જૂનાગઢ : જુગાર રમવા જતા મળ્યું મોત! પોલીસના દરોડામાં ભાગેલા યુવકને કરન્ટ લાગતા મૃત્યુ

અગાઉ પણ રબારી સમાજના આધેડે આપઘાત કર્યો હતો

આ અગાઉ પણ આ રબારી સમાજ ના સ્વ.મિયાજર ભાઈ હુણ દ્વારા દોઢ વર્ષ પહેલાં સરકારી કચેરી જુનાગઢ માં આપઘાત કરેલ હતો.અને તે સમયે તેમની લાશ સ્વીકારવાનીના પાડતા સરકાર દ્વારા માલધારી સમાજની માંગો સ્વીકારવાનું વચન આપેલ હતું અને માલધારી સમાજ દ્વારા કરેલ ગાંધીનગરના આંદોલન સમયે પણ સરકાર દવારા આ માલધારીઓને તમામ માંગ પુરી કરવાનું અને બે મહિના માં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપેલ હતી.

આ પણ વાંચો :  ડીસા : પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીએ કર્યો આપઘાત! વિદ્યાર્થીઓનો કોલેજ પર ટોર્ચર કરવાનો આક્ષેપ

માંગરોળ રબારી સમાજના પ્રમુખે કરી પુષ્ટી

માંગરોળ રબારી સમાજાના પ્રમુખ દાનાભાઈ ખાંભલાએ પત્રકારોને જણાવ્યું કે મૃતક ઘરેથી ત્રણ દિવસ પહેલાંથી ગુમ હતા ત્યારે તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આજે તેમની ઓફિસમાંથી તેમની આપઘાત કરેલી અવસ્થામાં લાશ મળી હતી. તેમની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં સમાજના વિદ્યાર્થીઓને થતા અન્યાય માટે બલિદાન આપું છું એવું લખાયેલું છે. હાલ તો અમે આઘાતમાં છીએ શું કરવું તેની સમજ નથી.



17551 વિગતદર્શક કાર્ડ ને માન્યતા

17551 વિગતદર્શક કાર્ડ ને માન્યતા ,નોકરીમાં મેરીટ માં આવતા તમામ માલધારી યુવાનોને નોકરી આપવામાં આવે અને કારીયા કમીટી રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સરકાર દ્વારા માલધારીઓ પર અન્યાયની હારમાળા સર્જતા એક માલધારી યુવાનનો ભોગ લેવાયો છે આ પહેલાં પણ એક માલધારી વ્યક્તિ નો ભોગ સરકાર ની અન્યાયી નીતિ એ લીધો હોવાની ઘટના સામે આવી હતી. આ માલધારી સમાજના બીજા વ્યક્તિ નો ભોગ લેવાતા સમગ્ર માલધારી સમાજ આક્રોશ માં આવી ગયેલ છે અને સરકાર સામે લડી લેવાના મૂડ માં છે
First published:

Tags: Gujarati news, Keshod, અનામત, આત્મહત્યા, જૂનાગઢ

विज्ञापन