જૂનાગઢમાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, સ્વાઇન ફ્લૂ તેમજ મેલેરિયાના કેસોમાં વધારો

Parthesh Nair | News18
Updated: September 22, 2015, 7:29 PM IST
જૂનાગઢમાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, સ્વાઇન ફ્લૂ તેમજ મેલેરિયાના કેસોમાં વધારો
જૂનાગઢ# સમગ્ર રાજ્યમાં રોગચાળા એ ભરડો લીધો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ રોગચાળા એ માથું ઉચક્યું છે, જેના કારણે જૂનાગઢની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેર તેમજ જિલ્લામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, તાવ, ઉધરસ અને સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યાં છે.

  • News18
  • Last Updated: September 22, 2015, 7:29 PM IST
  • Share this:
જૂનાગઢ# સમગ્ર રાજ્યમાં રોગચાળા એ ભરડો લીધો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ રોગચાળા એ માથું ઉચક્યું છે, જેના કારણે જૂનાગઢની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેર તેમજ જિલ્લામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, તાવ, ઉધરસ અને સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યાં છે.

vlcsnap-2015-09-22-18h58m15s180

જૂનાગઢ શહેરમાં વરસાદ પહેલા કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સુન કામગીરી માત્ર કાગળ પર થાય છે અને ગંદકીના કારણે તેમજ નવા બનાવેલા રોડ તૂટી જવાથી મુખ્ય તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહે છે, જેને લઇ મરછરનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે જોશીપરામાં રહેતા લોકો પહેલા રોડ સરખા કરી પાણી ભરતા દૂર થાય તેવી માગ કરી રહ્યાં છે. કોર્પોરેશન દ્વારા હવે ડી.ડી.ટી નો છટકાવ ફોગીંગની કાર્યવાહી હાથ ધરી છે અને શહેરમાં રોગચાળાને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી છે.

vlcsnap-2015-09-22-19h01m35s87

જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના ત્રણ કેસ પોઝિટીવ આવ્યાં છે. જેમાં એક ગર્ભવતી મહિલાનું મોત પણ થયું છે સાથે ઝેરી મેલેરિયા, ડેન્ગ્યૂ, તાવ, શરદીના કેસો પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે, જેના લીધે દર્દીઓથી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ ઉભરાઈ રહ્યાં છે ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રોગ ને કાબુમાં લેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે સાથે લોક જાગૃતિ પણ ખૂબજ જરૂરી છે.

vlcsnap-2015-09-22-18h59m18s30જૂનાગઢ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ તેમજ ડેન્ગ્યૂના કેસો જોવા મળતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને તકેદારી ના પગલા ભરવાનું શરૂ કર્યું છે અને જે રીતે રોગ ચાળો વકરી રહ્યો છે તે જોતા આવનાર  દિવસોમાં આવા પ્રાણઘાતક રોગો તંત્ર માટે પડકારરૂપ બની રહેશે.
First published: September 22, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading