Home /News /gujarat /

જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન, સાંસદો સાથે સંવાદ કર્યો

જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન, સાંસદો સાથે સંવાદ કર્યો

જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન, સાંસદો સાથે સંવાદ કર્યો

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી તથા ગુજરાત ભાજપાના લોકસભા-રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો

ગાંધીનગર : ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી તથા ગુજરાત ભાજપાના લોકસભા-રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો હતો. આ વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષ તથા રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવે કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન ગુજરાત ભાજપા સંગઠન દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી જનસેવાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષજીએ કોરોના મહામારીની આફતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલા સરાહનીય નિર્ણયો તથા સેવાકાર્યોને તંત્ર સાથે રહીને જનજન સુધી પહોંચાડવાની કરેલી સફળ કામગીરી અને જનસેવા બદલ ગુજરાત ભાજપાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં હતા.



રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દેશભરના કાર્યકરોને કરેલા સંબોધનમાં જે સપ્તપદીનું સુચન કર્યું હતું. તે જનહિતના સાતે સાત કાર્યોમાં ગુજરાત ભાજપાના કાર્યકરોએ સરાહનીય કામગીરી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉતમ કામગીરી અને પ્રજાના સહયોગને લીધે કોરોના સામેની લડાઈમાં આપણો વિજય નિશ્ચિત છે. પરંતુ હજુ આ લડાઈ પૂરી નથી થઇ તેથી સૌ કાર્યકરો જનજીવન થાળે ન પડે ત્યાં સુધી સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવીને જરૂરિયાતમંદો માટે સેવાકાર્યો ચાલુ રાખે. આરોગ્ય સેતુ એપ વધુને વધુ ડાઉનલોડ થાય તે માટે ગુજરાત ભાજપાના તમામ સ્તરના કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ સારો પ્રચાર પ્રસાર કર્યો છે.

પ્રધાનમંત્રી કેયર્સ રાહત ફંડમાં પણ ગુજરાત ભાજપાના આગેવાનો-કાર્યકરોએ પોતે પણ ફાળો આપ્યો છે અને સમાજના હજારો લોકોને પ્રેરિત કર્યા છે જે દર્શાવે છે કે ભાજપાનો કાર્યકર દરેક સ્થિતિમાં પ્રજા સાથે જોડાયેલો રહે છે. જનસેવા એ જ સાચા કાર્યકરની ઓળખ છે. માસ્ક વિતરણ, ભૂખ્યાને ભોજન વગેરે જેવી અનેક બાબતોમાં ગુજરાત ભાજપાના કાર્યકરોએ ઉમદા કામગીરી કરી છે જે બીજા રાજ્યોના ભાજપા યુનિટ માટે પણ ઉદાહરણરૂપ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપા સંગઠનની કામગીરીને બિરદાવી બધાને અભિનંદન આપતાં કહ્યું હતું કે, કોરોના સામેની લડાઈ હજુ ચાલુ છે. ભાજપા આગેવાનો તથા કાર્યકરો લોકડાઉનના સમય દરમિયાન પોતપોતાના વિસ્તારોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવી ધૈર્ય અને સંયમથી ગરીબ તથા મજૂર વર્ગના લોકોને જનજીવન થાળે પડે ત્યાં સુધી ધીરજ રાખવા અને જ્યાં આંશિક છૂટછાટ આપી છે ત્યાં ધંધા-રોજગારના સ્થળોએ પહોંચાડવામાં મદદ કરે તથા તંત્રને પુરતો સહયોગ આપી કેન્દ્રની ગાઈડલાઈનું સંપૂર્ણ પાલન થાય તે માટે કાળજી રાખે.

કોરોનાની આફત સમયે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના સરાહનીય નિર્ણયો તથા પ્રજાહિતની કામગીરીને સફળતાપૂર્વક પ્રજા સુધી પહોંચાડવામાં ઉતમ સહયોગ તેમજ જનસેવાની ઉતમ કામગીરી બદલ કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત ભાજપાના બુથથી લઇ રાજ્યકક્ષાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવવા જણાવ્યું હતું. તે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કેન્દ્રીય નેતૃત્વ વતી ગુજરાત ભાજપાના બુથ, મંડલ,જીલ્લા તથા પ્રદેશસ્તરના કાર્યકરો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આગેવાનોના પરિશ્રમ અને સેવાભાવને વંદન કરી સૌને અભિનંદન પાઠવ્યાં હતા તેમજ કેન્દ્રીય આગેવાનોની અપીલને અનુસરતા આગામી સમયમાં પણ જનસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખવા વિનંતી કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Video conference, જીતુ વાઘાણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन