International Yoga Day 2020 : સાંધાનો દુખાવો અસહ્ય થતો હોય તો કરો આ મુદ્રા

News18 Gujarati
Updated: June 17, 2020, 3:59 PM IST
International Yoga Day 2020 : સાંધાનો દુખાવો અસહ્ય થતો હોય તો કરો આ મુદ્રા
પ્રતિકાત્મક તસવીર

સ્થ્ય અને શાંતિ માટે વાયુનું સંતુલન અનિવાર્ય છે.

  • Share this:
જોઈન્ટ પેઈન એટલે સાંધાનો દુખાવો જ્યારે થાય છે ત્યારે ઘણો અસહ્ય લાગે છે. જો તેનો કોઈ ઉપાય ન કરવામાં આવ્યો તો તે અસહ્ય બની જાય છે. તેના માટે અહીં એક સારો અને સરળ ઉપાય સુચવવામાં આવ્યો છે. શરીરમાં કુલ 84 વાયુ છે. વાયુ રોગીને પરેશાન કરી મૂકે છે. સ્વાસ્થ્ય અને શાંતિ માટે વાયુનું સંતુલન અનિવાર્ય છે અને તે સ્થિતિ વાયુ મુદ્રા દ્વારા શક્ય બને છે.

વિધિ
વજ્રાસનમાં બેસો. તર્જની આંગળીને અંગૂઠાના મૂળમાં ગોઠવો, અંગૂઠા વડે આંગળી પર હળવું દબાણ આપો અને અન્ય આંગળીઓ સિધી રાખો.

સમય
સવારે 48 મિનિટ આ મુદ્રા કરવાથી લાભ થાય છે. એક સાથે શક્ય ના હોય તો ત્રણ ભાગમાં કરી શકાય.

ફાયદા
વાયુથી થનારા તમામ દર્દ દૂર થાય છે. પ્રકંપન, સાંધાનો વા, સાઈટિકા વાયુ-સૂળ વગેરે દુર થાય છે. પૌરૂષ તથા કાર્યશીલતાના ગુણો વિકસે છે.

આ પણ વાંચો - રવિવારે છે સૂર્યગ્રહણ, ફટાફટ જાણી લો કઇ રાશિ પર પડશે કેવી અસર

સાવધાની
આ મુદ્રાનો સમય મર્યાદાથી વધુવાર કરવો નહી.
First published: June 17, 2020, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading