Home /News /gujarat /

ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 13 ઑક્ટોબર સુધીમાં અરજી કરો

ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 13 ઑક્ટોબર સુધીમાં અરજી કરો

રેલવેની વેબસાઇટ પર જઈ 13 ઑક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે, લેખિત પરીક્ષાના આધારે પસંદગી થશે

રેલવેની વેબસાઇટ પર જઈ 13 ઑક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે, લેખિત પરીક્ષાના આધારે પસંદગી થશે

    દેશમાં આર્થિક મંદી (Economy Slowdown)ની અસરને કારણે અનેક પ્રાઇવેટ કંપની (Private Compony)ઓ પોતાના કર્મચારીઓને છૂટા કરવાના સમાચારો સતત સામે આવતા રહે છે. બીજી તરફ, ભારતીય રેલવ (Indian Railway)એ ધોરણ-10 (SSC) પાસ ઉમેદવારોને નોકરી (Job)ની સુવર્ણ તક આપી રહી છે.

    ભારતીય રેલવેએ ધોરણ-10 પાસ યુવાનો માટે મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (Multi Tasking Staff)ની 118 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી પ્રક્રિયા 13 ઑક્ટોબર સુધી ચાલશે. અરજી કરવા માટે ઉમદવારોએ http://rrcnr.org/ પર જઈને ઑનલાઇન અરજી કરવી પડશે.

    શૈક્ષણિક લાયકાત : મલ્ટિ ટાસ્કિંગ હેઠળ યોજાનારી ભરતીમાં ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ધોરણ-10 પાસ હોવો જોઈએ. આ સાથે અલગ-અલગ પોસ્ટ અનુસાર ડિપ્લોમાં કર્યુ હોવું જોઈએ.

    લેખિત પરીક્ષા દ્વારા ઉમેદવારોની પસંદગી : આ 118 જગ્યાઓ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા (Written Test) આપવાની રહેશે. તેના આધારે જ તેમની પસંદગી કરવામાં આવશે.

    ઉંમર મર્યાદા : આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષ હોવી જોઈએ. તાજેતરમાં જ સાઉથ ઇસ્ટ રેલવેએ પણ 313 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવી હતી. સેન્ટ્રલ રેલવેએ આ જગ્યાઓ ધોરણ-10 પાસ ઉમેદવારો માટે બહાર પાડી છે.

    આ પણ વાંચો,

    વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણે તે માટે સરકારે પોલિસી જાહેર કરી
    Gandhi@150: ‘ગાંધીજી’ વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાશે, આવી રીતે ભાગ લો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Employment, Indian railways, Jobs, Vacancy, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन