Jioના ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર ફ્રીમાં video અને voice કૉલ કરી શકશે

જો તમારી પાસે જિયોનું સીમકાર્ડ છે તો તમે પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો.

જો તમારી પાસે જિયોનું સીમકાર્ડ છે તો તમે પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો.

  • Share this:
    મુંબઈ : Reliance Jio Wifi Calling: રિલાયન્સ જિયો તેમના કસ્ટર્સ માટે એક જોરદાર કૉલિંગ સુવિધા લઈને આવ્યું છે. આ એક એવી સુવિધા છે જેમાં ગ્રાહકો ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર પણ ફ્રીમાં વીડિયો અને વોઇસ કૉલ કરી શકશે. હકીકતે જિયો દ્વારા ગ્રાહકો માટે Wifi Calling સુવિધા શરૂ કરવામાં આવી છે. જિયો કસ્ટમર્સ તેમના નંબર પર વાઇ-ફાઇ મોડમાં સ્વિચ કરી અને ફ્રીમાં વૉઇસ કૉલ કરી શકશે.


    એરટેલે તાજેતરમાં જ આ સેવા શરૂ કરી છે અને રિલાયન્સ જિયો પણ આ સુવિધા લાવ્યું છે. Jio એ બુધવારે ભારતમાં VoWiFi એટલે કે Wi-Fi પર વીડીયો અને voice ની સેવા શરૂ કરી છે. આ સેવામાં, ગ્રાહકો તેમના ઘર અને officeમાં voice અને vidoe calls માટે Wi-Fi પર સ્વિચ કરી શકશે. જિઓની આ સેવા દેશભરમાં 150 પ્રકારના સ્માર્ટફોન પર ઉપલબ્ધ કરાઈ છે.


    આ સેવામાં, ગ્રાહકો Wi-Fi નેટવર્ક પર લાઇવ Wi-Fi કૉલિંગ કરી શકશે. તેમા Voice video કૉલિંગ માટે VoLTE અને Wi-Fi સેવા વચ્ચેથી જે સેવાનો ઉપયોગ કરવો હોય તેને પસંદ કરવાની સુવિધા હશે. જિઓ ગ્રાહકો વીડિયો વાઇફાઇ કૉલ્સ પણ કરી શકશે. ગ્રાહકો માટે બીજી સારી બાબત એ છે કે આ સેવા સંપૂર્ણપણે મફત હશે.


    IOS સ્માર્ટફોનનાં વપરાશકર્તાઓએ પહેલાં તેમના ફોનમાં સેટિંગ્સ મેળવવી ફોન વિકલ્પ પર જવું પડશે અને વાઇફાઇ પર ક્લિક કરી calling કરવાનો વિકલ્પ શોધવો પડશે અને તેને ચાલુ કરવો પડશે. એપ્પલના વપરાશકર્તાઓએ વધુ સારા અનુભવ માટે VoLTE અને Wi-Fi કૉલિંગ એમ બંને વિકલ્પ ઓન રાખવાના રહેશે.


    Android સ્માર્ટફોનનાં વપરાશકર્તાઓને સૌથી પહેલાં સેટિંગ્સ પર જવું પડશે. અહીં તેમને connectionsનો વિકલ્પ મળશે, જેમાં તેમણે Wi-Fi callingનો વિકલ્પ ઓન કરવો પડશે ત્યારબાદ ફ્રીમાં voics અને video callingની સુવિધાનો લાભ લઈ શકાશે.
    Published by:user_1
    First published: