ન્યૂઝ 18 ગુજરાતી : જીગ્નેશ મેવાણીએ આજે ગુજરાત વિધાનસભામાં પત્રકારો સાથે વાતચીત કરી અને સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેમણે કરેલી ઓફર સરકારે સ્વીકારી નથી. મેવાણીનો આક્ષેપ છે કે તેમણે સદનમાં સરકારને સ્વખર્ચે ખાળકૂળા સાફ કરી આપે તેવો રોબોટ ખરીદી આપવાની ઓફર કરી છે.
આ ઓફર વિશે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું, “ કેરળ રાજ્યમાં રૂપિયા 11 લાખના ખર્ચે ખાળકૂવા સાફ કરી શકે તેવો રોબોટ વસાવ્યો છે, જો સરકાર મને લેખિતમાં બાહેંધરી આપવા તૈયાર હોય કે સરકાર આ રોબોટ ખાળકૂવાની સફાઈમાં વાપરશે અને દલિત સમાજના કોઈ પણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતરવું નહીં પડે તો હું મારા પગારમાંથી સ્વખર્ચે આ રોબોટ સરકારને ગિફ્ટ કરવા તૈયાર છું. જોકે, સરકારના કોઈ મંત્રી મારી ઓફર સ્વીકારવા તૈયાર થયા નહીં”
મેવાણીએ જણાવ્યું કે રાજ્યના બે લાખ કરોડના બજેટમાં સફાઈ કામદારો માટે બે રૂપિયાની પણ જોગવાઈ કરાઈ નથી. એક બાજુ આપણે ચંદ્રયાન છોડ્યું છે પરંતુ ખાળ કૂવા સાફ કરતા કામદારોની જીંદગી બચે તેના માટે કઈ કરવાની તૈયારી નથી. રાજ્યની વિજય રૂપાણી સરકાર પાસે હું આશા રાખું છું કે મારો રોબોટ સરકાર સ્વીકારશે અને દલિતોએ ખાળ કૂવા સાફ કરવા ગટરમાં ઉતરવું નહીં પડે.
15 ઓગસ્ટ પહેલાં અસ્પૃશ્યતા મુક્ત ગામ કરી બતાવો
મેવાણીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પડકાર ફેંક્યો છે કે તેઓ રાજ્યના 18000 ગામમાંથી કોઈ પણ એક ગામને આગામી 15મી ઓગસ્ટ પહેલાં અસ્પૃશ્યતા મુક્ત કરી બતાવે. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે રાજકારણમાં સર્વ મિત્ર તરીકે છબી ધરાવતા સીએમ રૂપાણી રાજ્યમાં એટ્રોસિટીની મોટી મોટી ઘટનાઓ ઘટી છતાં એક પણ દલિતની મુલાકાતે ગયા નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર