Home /News /gujarat /જીજ્ઞેશ કવિરાજને રાજકરણ માટે કોનો આવ્યો ફોન? વિજય સુવાડા બાદ જીજ્ઞેશ રાજકરણમાં ફાવશે કે પછી...

જીજ્ઞેશ કવિરાજને રાજકરણ માટે કોનો આવ્યો ફોન? વિજય સુવાડા બાદ જીજ્ઞેશ રાજકરણમાં ફાવશે કે પછી...

જીજ્ઞેશ કવિરાજને રાજકરણ માટે કોનો આવ્યો ફોન?

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે ત્યારે  લોક ગાયક જીગ્નેશ બારોટ (Gujarati folk singer Jignesh barot) હવે રાજકારણમાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નો રંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષ 182 સીટ પર જીત કેવી રીતે મેળવવી તેનું ગણિત ગણી રહ્યા છે. જ્ઞાતિના સમીકરણો સાથે સીટ પર ચહેરાનું પ્રભુત્વ અંગે પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે ત્યારે  લોક ગાયક જીગ્નેશ બારોટ (Gujarati folk singer Jignesh barot) હવે રાજકારણમાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. જ્ઞાતિના સમીકરણો વચ્ચે જીગ્નેશ કવિરાજ પોતાના મુળ વતન ખેરાલુથી ચૂંટણી લડશે. હાલ જીગ્નેશ કવિરાજ કોઈ પક્ષ સાથે જોડાયા નથી પરંતુ મહેસાણામાં ખેરાલુ બેઠક પરથી અપક્ષમાંથી ચુંટણી લડશે.

આ અંગે વાતચીત કરતાં જીગ્નેશ કવિરાજે જણાવ્યું કે ચૂંટણી લડવા માટે 'હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફર પણ આવી નથી. 'મારું વતન ખેરાલું છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય લીધો છે કે, હું ખેરાલુમાં ચૂંટણી લડીશ.'કવિરાજને જ્યારે પૂછવામાં આવ્યુ કે, તમને કોઇ પક્ષનો જોડાવવા માટે ફોન આવ્યો છે?

આ પણ વાંચો:  શૈક્ષણિક સંસ્થાના આ બે સંચાલકો પણ ચૂંટણી લડવા ઈચ્છુક - જાણો અમદાવાદની કઈ બેઠક પર છે નજર

ત્યારે તેમણે જવાબ આપ્યો કે, હું કોઇ પક્ષનો માણસ નથી અને હું હજી કોઇ પક્ષમાં નથી જોડાયો. તેથી જ મેં નિર્ણય લીધો છે કે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ. હું આ ચૂંટણી કોઇના વોટ કાપવા માટે નહીં પરંતુ મારા વિસ્તારનો વિકાસ થાય તે માટે આ નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'હું નાનેથી મોટો મારા ગામમાં થયો છે મારું શિક્ષણ પણ ત્યાંનું જ છે. મારી ગાયકીમાં પણ મને પહેલો સપોર્ટ મારા વતનનો જ મળ્યો છે. અહીંની જનતાએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો છે. જેથી મારે મારા તાલુકાનું કાંઇ સારું કામ કરવું છે.'

કોણ છે જીગ્નેશ કવિરાજ


જીગ્નેશ કવિરાજનો જન્મ ખેરાલુમાં થયો છે. જીગ્નેશ કવિરાજ 10મા ધોરણ સુધી ભણેલા છે. વર્ષ 2017માં ભગવાન વાઘેલાની જાનુ મારી લાખોમા EK સાથે ગાયક અને અભિનેતા તરીકે તેમણે  શરૂઆત કરી હતી. 2017માં જીગ્નેશે દિગ્દર્શક પ્રવિણ ચૌધરીના જીવનમાં વલી મારી જાનુડીનું ગીત ગાયું હતું અને તેની ભૂમિકા ભજવી હતી. હાલમાં વર્ષમાં તેઓ 50 થી 60 કાર્યક્રમો કરે છે. તેઓ ન્યુઝીલેન્ડ, અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા ખાતે લાઈવ પ્રોગ્રામ કરે છે. આ ઉપરાંત જીજ્ઞેશે કિંજલ દવે, ઓસમાણ મીર, ભજનિક લક્ષ્મણ બારોટ સાથે પણ કાર્યક્રમો કર્યા છે.

આ પણ વાંચો:  મેટ્રીમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવેલ યુવતીએ કર્યું કઈક એવું કે યુવકના ઊડી ગયા હોશ

વિજય સુવાડા બાદ જીગ્નેશ કવિરાજ રાજકારણમાં


આમ તો મોટાભાગે ગાયક કલાકારો સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાય છે પરંતુ વિજય સુવાડાની જેમ જિગ્નેશ કવિરાજની રાજકારણમાં એન્ટ્રી મહત્વની છે. કારણ કે વિજય સુવાડાએ આપમાં જોડાવાના 6 મહિનામાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ત્યારે વિજય સુવાડા બાદ જિગ્નેશ કવિરાજ અપક્ષ પદે ઉમેદવાર છે અને તેમની જીત થશે તેવો આશાવાદ વ્યકત કરી રહ્યા છે.
Published by:Rahul Vegda
First published:

Tags: Gujarat Elections, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन