Home /News /gujarat /

અમદાવાદઃ ચેકીંગના બહાને નકલી પોલીસે રૂ.15લાખના દાગીના પડાવ્યા

અમદાવાદઃ ચેકીંગના બહાને નકલી પોલીસે રૂ.15લાખના દાગીના પડાવ્યા

અમદાવાદઃ અમદાવાદના જાણીતા જવેલર્સના શોરૂમના કર્મચારીને નકલી પોલીસ બનીને બે ગઠીયા રૂ 15 લાખની હિરાજડીત દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા છે.કારંજ પોલીસે નકલી પોલીસ વિરૂધ્ધ ગુનો નોંધીને પિનાક સોફટવેર અને સ્કેચની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદના જાણીતા જવેલર્સના શોરૂમના કર્મચારીને નકલી પોલીસ બનીને બે ગઠીયા રૂ 15 લાખની હિરાજડીત દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા છે.કારંજ પોલીસે નકલી પોલીસ વિરૂધ્ધ ગુનો નોંધીને પિનાક સોફટવેર અને સ્કેચની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સી જી રોડ પર આવેલા ઈશ્વરલાલ હરજીવનદાસ જવેલર્સનો કર્મચારી વિનોદ સોની માણેકચોક ખાતે ટુટી ગયેલી હિરાજડીત જવેલરી રિપેર કરાવીને પરત ફરી રહયા હતા.ત્યારે બે નકલી પોલીસે ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને તેને અટકાવ્યો હતો.અને ડ્રગ્સની હેરાફેરી કરી રહયો છે.તેવો ડર ઘુસાડીને તેની બેગમાંથી 15 લાખના દાગીનાની ઉઠાંતરી કરી લીધી હતી. વિનોદભાઈ ઈશ્વરલાલ હરજીવનદાસ જવેલર્સ પહોંચ્યા ત્યારે દાગીનાની ચોરી થઈ ગયુ હોવાનુ ખૂલ્યુ હતું.

કર્મચારીએ કારંજ પોલીસ સ્ટેશનમા નકલી પોલીસ બની આવેલા ગઠીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાથી વિનોદભાઈ આઘાતમા આવી ગયા છે.

નકલી પોલીસનો ફરી આતંક વધતા પોલીસ તંત્રમા દોડધામ મચી ગઈ છે.માણેકચોકના ગોળલીમડા નજીક પોલીસ પોઈન્ટ હોય છે.વિનોદભાઈ છેલ્લા છ માસથી આ માર્ગે માણેકચોક જતા અને પોલીસની ચેકીંગ જોતા હતા.નકલી પોલીસે પણ પોલીસ પોઈન્ટ પર હાજર રહીને વિનોદભાઈને દાગીના ઉઠાંવી લીધા હતા. નકલી પોલીસ ખાનગી ડ્રેસમા હતી.પોલીસે આરોપીને પકડવા માટે સ્કેચ તૈયાર કરાવીને તપાસ શરૂ કરી છે.

કારંજના ભીડભાડ વિસ્તારમા નકલી પોલીસે 15 લાખના દાગીના ચોરી લીધા છે.આ નકલી પોલીસની મોડસ ઓપરેન્ડી અને પિનાક સોફટવેરની મદદથી આરોપીઓની ઓળખની કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે પોલીસ પોઈન્ટ પર જ નકલી પોલીસે લાખોની ચોરી કરતા પોલીસની સુરક્ષા પર પણ સવાલો ઉઠયા છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ચોરી, લૂંટ, સોની

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन