Home /News /gujarat /

સુરતઃજવેલર્સોએ શો રૂમ ખોલતા હોબાળો મચ્યો,એક્સાઇઝ મુદ્દે ત્રણ સપ્તાહથી ચાલે છે હડતાળ

સુરતઃએકસાઇઝના મુદ્દે સમગ્ર રાજયમાં જવેલર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે જેને 19 દિવસ થયા હોવા છતાં હજુ કોઇ નિવેડો આવ્યો નથી. ત્યારે સુરતમાં કેટલાક જવેલર્સોએ આજે સવારે શો રૂમ ખોલ્યા હતા જેને પગલે હોબાળો મચ્યો હતો. શો રૂમ બંધ કરાવા નીકળેલા એક જ્વેલર્સની પોલીસે અટકાયત કરી હતી. અટકાયત થતાં જવેલર્સોનું ટોળુ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યુ હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃએકસાઇઝના મુદ્દે સમગ્ર રાજયમાં જવેલર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે જેને 19 દિવસ થયા હોવા છતાં હજુ કોઇ નિવેડો આવ્યો નથી. ત્યારે સુરતમાં કેટલાક જવેલર્સોએ આજે સવારે શો રૂમ ખોલ્યા હતા જેને પગલે હોબાળો મચ્યો હતો. શો રૂમ બંધ કરાવા નીકળેલા એક જ્વેલર્સની પોલીસે અટકાયત કરી હતી. અટકાયત થતાં જવેલર્સોનું ટોળુ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, હજી એકસાઇઝના મુદ્દે કોઇ પણ પ્રકારના સમાધાનની વાત બહાર આવી નથી. છેલ્લા 19 દિવસથી એકસાઇઝ ડયુટીને લઇને સમગ્ર રાજયના જવેલર્સો દ્વારા હડતાળ પાડી બંધનું એલાન આપવામાં આવી રહ્યુ છે. ત્યારે હડતાળના બીજે જ દિવસે એક ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ તથા નાણામંત્રી અરુમ જેટલીને મળી એકસાઇઝ ડયુટી પર ચર્ચા વિચારણા કરી હતી. જેમા તેઓએ આ અંગે યોગ્ય વિચારણા કરવાનું આશ્વાસન ડેલિગેશનને આપ્યુ હતુ.

જો કે અઢાર દિવસ વિતી ગયા હોય છતાં એકસાઇઝ ડયુટીને લઇને સરકાર દ્વારા કોઇ પણ પ્રકારનું નિરાકરણ નહિં આવતા ફરી અમદાવાદથી એક ડેલિગેશન દિલ્હી ખાતે અમીત શાહને મળ્યુ હતુ. જેમા થયેલી વાટાઘાટો બાદ અમીતશાહએ વેપારીઓને 60 દિવસ આપ્યા હતા. જેમા તેઓએ આ દિવસમાં એકસાઇઝ વિશે માહિતી મેળવવાનું તથા એકસાઇઝ શુ છે તે અંગે અભ્યાસ કરવાનું જણાવ્યુ હતુ. શનિવારે મોડી સાંજે સોસિયલ મિડીયા દ્વારા સરકાર સાથે સમાધાન થઇ ગયુ હોવાના ખોટા મેસેજો ફરતા કરી દેવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી સમાધાન નહી થતા જવેલર્સોની હડતાળ ચાલુ જ છે.
First published:

Tags: ગુજરાત, જવેલર્સ, મીડિયા, સુરત, હડતાળ, હોબાળો

આગામી સમાચાર